પ્રેગાથૉનમાં ફિટનેસ અને સેલ્ફ લવ પર ભાર મૂક્યો નેહા ધુપિયાએ

24 February, 2020 01:08 PM IST  |  Mumbai

પ્રેગાથૉનમાં ફિટનેસ અને સેલ્ફ લવ પર ભાર મૂક્યો નેહા ધુપિયાએ

નેહા ધુપિયા

પ્રેગ્નન્ટ મહિલાઓ માટે ગઈ કાલે આયોજિત પ્રેગાથૉનમાં હાજર નેહા ધુપિયાએ આરોગ્ય અને પોતાની જાતને પ્રેમ કરવાની જરૂર જણાવી હતી. આ પ્રેગાથૉનના માધ્યમથી ગર્ભવતી મહિલાઓ પોતાની પણ કાળજી લે એવો સંદેશ આપવામાં આવ્યો હતો. લગભગ ૫૦૦ પ્રેગ્નન્ટ મહિલાઓએ આ પ્રેગાથૉનમાં ભાગ લીધો હતો. પ્રેગ્નન્સી વિશે નેહા ધુપિયાએ કહ્યું હતું કે ‘પ્રેગ્નન્સી એક એવો તબક્કો છે જેને તમે કદી ભૂલી ન શકો. હું જ્યારે પ્રેગ્નન્ટ હતી ત્યારે મને આવી કોઈ પ્રેગાથૉન વિશે માહિતી મળી હોત તો મેં નક્કી એમાં ભાગ લીધો હોત. મારું માનવું છે કે ફિટનેસ અને પોતાની જાતને પ્રેમ કરવો એ ખૂબ અગત્યનું છે. આ તમને સતત યાદ કરાવવાની જરૂર છે, કારણ કે તમે મમ્મી બનવા જઈ રહ્યાં છો અને તમારા પર બાળકની જવાબદારી વધી જાય છે એથી તમે પોતાની જાતની કાળજી લેવાનું ભૂલી જાઓ છો. આજે પ્રેગાથૉને એ દિશામાં પહેલ કરી છે. આવી પહેલ ખૂબ જરૂરી છે.’

neha dhupia mira rajput bollywood news