જોઈ લો નીતુ કપૂરની લાઇફલૉન્ગ ફ્રેન્ડશિપને

09 February, 2020 01:39 PM IST  |  Mumbai

જોઈ લો નીતુ કપૂરની લાઇફલૉન્ગ ફ્રેન્ડશિપને

નીતુ કપૂર અને રિશી કપૂર

રિશી કપૂર સાથેનો ફોટો શૅર કરીને નીતુ કપૂરે એને લાઇફલૉન્ગ ફ્રેન્ડશિપ કહી છે. બન્નેએ ૧૯૮૦ની બાવીસ જાન્યુઆરીએ લગ્ન કરી લીધા હતાં. તેમનો યુવાનીનો ફોટો શૅર કરી તેમની રિલેશનશિપનું સિક્રેટ શૅર કર્યું હતું. તેમણે અનેક ફિલ્મોમાં સાથે કામ કર્યું હતું. રીલ લાઇફમાં જે રીતે તેમની જોડી શાનદાર હતી ઠીક એ રીતે જ રિયલ લાઇફમાં તેમની જોડી પણ પાવરફૂલ છે. સોશ્યલ મીડિયામાં શૅર કરેલા આ ફોટોમાં નીતુએ રિશી કપૂરનાં ગળામાં હાથ રાખ્યો છે અને બન્ને સ્માઇલ કરી રહ્યા છે. આ ફોટો તેમનાં ફૅન્સને પણ ખૂબ પસંદ પડી રહ્યો છે. આ ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને નીતુએ કૅપ્શન આપી હતી કે લાઇફલૉન્ગ ‌રિલેશનશિપ ફ્રેન્ડશિપ.

neetu kapoor rishi kapoor bollywood news entertaintment