મૅગેઝ‌િનના કવરપેજ માટે હેરડ્રેસરના હાથનો ઉપયોગ કર્યો હતો નીતુ કપૂરે

14 September, 2019 01:25 PM IST  |  મુંબઈ ડેસ્ક

મૅગેઝ‌િનના કવરપેજ માટે હેરડ્રેસરના હાથનો ઉપયોગ કર્યો હતો નીતુ કપૂરે

નીતુ કપૂર

મુંબઈ (આઇ.એ.એન.એસ.) : નીતુ કપૂરે હાલમાં જ ખુલાસો કર્યો છે કે એક મૅગેઝ‌િનના કવરપેજ માટે તેણે હેરડ્રેસરના હાથનો ઉપયોગ કર્યો હતો. નીતુએ ઘણાં વર્ષો પહેલાં ફોટોગ્રાફર રાકેશ શ્રેષ્ઠાએ ક્લિક કરેલો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કર્યો હતો. ફોટોમાં જે હાથ દેખાઈ રહ્યો છે તે એક હેરડ્રેસરનો છે. આ ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને નીતુ કપૂરે કૅપ્શન આપી હતી કે ‘રાકેશ શ્રેષ્ઠા એક શાનદાર ફોટોગ્રાફર હતા (રોહન શ્રેષ્ઠાના ડૅડી છે). તેમણે કવર ફોટો માટે એક કન્સેપ્ટ તૈયાર કર્યો હતો. તેઓ એક એવો ચહેરો દેખાડવા માગતા હતા જેણે લાલ લિપસ્ટિકની સાથે લાલ નેઇલ-પૉલિશ પણ લગાવી હોય. જોકે મારા હાથના નખ ખૂબ નાના હોવાથી અમે મારી હેરડ્રેસરના હાથનો ઉપયોગ કર્યો હતો. હાથની એ પોઝ‌િશન ખૂબ અજીબ લાગી રહી છે.’

neetu kapoor neetu singh bollywood bollywood events bollywood gossips bollywood news