તાએ ક્વાન ડો માટે નીતુ ચંદ્રાને મળશે અવૉર્ડ

08 December, 2012 08:47 AM IST  | 

તાએ ક્વાન ડો માટે નીતુ ચંદ્રાને મળશે અવૉર્ડ




નીતુ પહેલી ભારતીય અભિનેત્રી છે જેને આવું ટાઇટલ મળ્યું હોય. તે ફિટ રહેવા માટે કથક ડાન્સ પણ કરે છે. તેણે સ્પોટ્ર્સ માટે ડિસ્ટિÿક્ટ અને સ્ટેટ લેવલના ઘણા અવૉર્ડ્સ મેળવ્યા છે. હવે તેને હાડકોર ઍક્શન ફિલ્મ કરવી છે.

નીતુએ કહ્યું હતું ‘મારા ડૉક્ટર્સ અને એન્જિનિયર્સના પરિવારમાં હું એકલી જ એવી છું જેણે ભણવા સાથે સ્પોર્ટ્સને પણ પ્રાધાન્ય આપ્યું છે. જો મેં પણ બીજા લોકોની જેમ માત્ર ભણવામાં જ ધ્યાન પરોવ્યું હોત તો મને આવા અવૉર્ડ્સ ન મળત. હું જ્યારે સ્કૂલમાં હતી ત્યારે પહેલી વાર મારી સ્પોર્ટ્સની અચીવમેન્ટ્સ માટે લખાયેલું અને લોકો મને ઓળખતા થયેલા એ ક્ષણને યાદ કરીને આજેય રોમાંચ અનુભવું છું.’