બૉલિવૂડમાં ગોડફાધર વિનાની સફર કેવી રહી? નીરજ કબીએ `લવ લિંગો` માં જણાવી

18 February, 2026 07:56 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

નીરજ કબીએ જણાવ્યું કે જ્યારે તેમને પાછળથી નેટફ્લિક્સ સિરીઝ `સેક્રેડ ગેમ્સ` ના સેટ પર તે જ કલાકારો સાથે કામ કરવાની તક મળી, ત્યારે તે તેમના માટે ખૂબ જ ભાવનાત્મક ક્ષણ હતી. તેમણે કહ્યું, “મારી આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા. મેં મારી જાતને કહ્યું."

અભિનેતા નીરજ કબીએ શોના હોસ્ટ જસ સાગુ અને અરસલા કુરેશી સાથે

પોડકાસ્ટ શો ‘લવ લિંગો’ના નવા એપિસોડમાં, જાણીતા અભિનેતા નીરજ કબીએ પોતાના કરિયર દરમિયાનના સંઘર્ષો અને અનુભવો વિશે ખુલાસો કર્યો છે. શોના હોસ્ટ જસ સાગુ અને અરસલા કુરેશી સાથેની વાતચીતમાં, નીરજ કબીએ ખુલાસો કર્યો કે ગોડફાધર વિના બૉલિવૂડમાં પ્રવેશ કરવું તેમની કેટલું મુશ્કેલ હતું. તો ચાલો જાણીએ નીરજે શું કહ્યું. આ એપિસોડ એક કલાકારના સંઘર્ષ, તૈયારી અને ખંતની વાર્તા તરીકે પ્રગટ થયો, જેમાં નીરજ કબીએ પોતાના અનુભવો સરળ અને સ્પષ્ટ શબ્દોમાં શૅર કર્યા.

મુંબઈ લોકલથી શરૂઆત

નીરજ કબીએ તેમના સ્ટ્રગલના દિવસો યાદ કર્યા જ્યારે તેઓ મુંબઈની લોકલ ટ્રેનોમાં મુસાફરી કરતા હતા. તેમની પાસે ફક્ત એક કલમ અને પોતાનો વિશ્વાસ હતો. તેમણે શૅર કર્યું કે તેઓ જે ફિલ્મ નિર્માતાઓ અને કલાકારો સાથે કામ કરવા માગતા હતા તેમના નામ કાગળના ટુકડા પર લખતા હતા. આ નામોમાં ઇરફાન ખાન, શ્યામ બેનેગલ, ગૌતમ ઘોષ, નવાઝુદ્દીન સિદ્દીકી અને અનુરાગ કશ્યપનો સમાવેશ થાય છે. તેમણે કહ્યું, “હું મારી જાત પર હસતો અને કહેતો, ‘ખરેખર?’ પછી હું જવાબ આપતો, ‘ના, ખરેખર. હું તેમની સાથે કામ કરવા માગુ છું.’ મારી અંદર હંમેશા બે અવાજો હતા: એક શંકા કરતો અને બીજો માનતો.”

`સેક્રેડ ગેમ્સ` માંથી એક ભાવનાત્મક ક્ષણ

નીરજ કબીએ જણાવ્યું કે જ્યારે તેમને પાછળથી નેટફ્લિક્સ સિરીઝ `સેક્રેડ ગેમ્સ` ના સેટ પર તે જ કલાકારો સાથે કામ કરવાની તક મળી, ત્યારે તે તેમના માટે ખૂબ જ ભાવનાત્મક ક્ષણ હતી. તેમણે કહ્યું, “મારી આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા. મેં મારી જાતને કહ્યું, ‘આ બધું ખરેખર થાય છે, પરંતુ અહીં સુધી પહોંચવા માટે ઘણી મહેનત કરવી પડે છે.’

સપના અને વાસ્તવિકતા પર ચર્ચા

ઇન્ટર્વ્યુમાં ફક્ત જૂની યાદો વિશે જ નહીં, પણ બૉલિવુડમાં સપના અને વાસ્તવિકતા વિશે પણ હતી. હોસ્ટ જસ સાગુ અને અરસલા કુરેશીએ નીરજ કબીને તે મુશ્કેલ વર્ષો વિશે પ્રશ્ન પૂછ્યો, જ્યારે સખત મહેનત દેખાતી ન હતી પણ જરૂરી હતી. અરસલા કુરેશી, જે પોતે એક ફિલ્મ મેકર છે, તેમણે નિર્દેશ કર્યો કે સ્વપ્ન જોવું પૂરતું નથી. શિસ્ત, તૈયારી અને સતત મહેનત જરૂરી છે. નીરજ કબીએ સ્પષ્ટપણે કહ્યું કે ગોડફાધર વિના બોલીવુડમાં કારકિર્દી બનાવવી સરળ નથી, પરંતુ સતત મહેનત અને ધીરજ દ્વારા માર્ગ મોકળો કરી શકાય છે. નીરજ કબી, અડધા ઉરિયા અને અડધા પારસી છે. તેમણે `શીપ ઑફ થિસસ` ફિલ્મમાં જૈન સાધુનો રોલ કર્યો પછી તેમની જિંદગીમાં ધરમૂળથી ઘણું બદલાયું. તેમણે `સેકરેડ ગેઇમ્સ` અને `પાતાળલોક` જેવી ફિલ્મોમાં પણ ઇન્ટેન્સ અભિનય કર્યો છે.

bollywood buzz bollywood news bollywood gossips bollywood viral videos social media entertainment news