✕

મને ખબર જ નહોતી કે ગોવિંદા મૅરિડ છે

28 September, 2026 11:38 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઍક્ટર સાથેની લિન્ક-અપની દાયકાઓ જૂની અફવાઓ પર નીલમ કોઠારીએ તોડ્યું મૌન

નીલમ કોઠારી

એક સમય હતો જ્યારે ગોવિંદા ઇન્ડસ્ટ્રીનો હીરો નંબર વન ગણાતો હતો. પોતાની કરીઅર દરમ્યાન ગોવિંદાનું નામ ઘણી અભિનેત્રીઓ સાથે જોડાયું હતું પણ નીલમ કોઠારી સાથે તેના પ્રેમસંબંધની ચર્ચા કંઈક વધારે જ રહી હતી. હવે ગોવિંદા સાથેના લિન્ક-અપની દાયકાઓ જૂની અફવાઓ પર નીલમે પ્રતિક્રિયા આપી છે.
ગોવિંદા સાથેના સંબંધો વિશે નીલમ કોઠારીએ કહ્યું હતું કે ‘એ સમયે હું ઘણી યંગ હતી. મને ખબર નહોતી કે ગોવિંદા મૅરિડ હતા. ઘણા સમય પછી મને આ વિશે ખબર પડી હતી. એ સમયે મારી પરિસ્થિતિ એવી હતી કે કોઈ રિલેશનશિપમાં આવવું કે એના વિશે વિચારવું પણ મારા માટે મુશ્કેલ હતું. મારાં મમ્મી-પપ્પા ખૂબ કડક હતાં, તેથી મારા માટે રિલેશનશિપ ક્યારેય વિકલ્પ જ નહોતો. એ સમયે મારું સંપૂર્ણ ધ્યાન માત્ર ફિલ્મો અને હિન્દી શીખવા પર હતું. દાયકાઓ જૂની એવી કોઈ વાત વિશે વિચારવાનું કોઈ કારણ નથી, જેના વિશે એ પણ ખબર નથી કે ખરેખર કંઈ હતું કે નહીં.’

neelam kothari govinda sunita ahuja sony entertainment television bollywood controversies bollywood buzz bollywood news bollywood movie review bollywood gossips bollywood events bollywood