‘હાઉસફુલ 4’માં એક ખાસ ગીતમાં જોવા મળશે નવાઝુદ્દીન સિદ્દીકી

10 May, 2019 10:29 AM IST  |  મુંબઈ

‘હાઉસફુલ 4’માં એક ખાસ ગીતમાં જોવા મળશે નવાઝુદ્દીન સિદ્દીકી

નવાઝુદ્દીન સિદ્દિકી (File Phot)

‘હાઉસફુલ 4’માં નવાઝુદ્દીન સિદ્દીકી એક સ્પેશ્યલ ગીતમાં જોવા મળવાનો છે. આ ફિલ્મમાં અક્ષયકુમાર, રિતેશ દેશમુખ, બૉબી દેઓલ, રાણા દગુબટ્ટી, ક્રિતી સૅનન, ક્રિતી ખરબંદા અને પૂજા હેગડે જોવા મળવાનાં છે. દિવાળી દરમ્યાન રિલીઝ થનારી આ ફિલ્મને સાજિદ નડિયાદવાલા પ્રોડ્યુસ અને ફરહાદ સામજી ડિરેક્ટ કરી રહ્યા છે. આ ફિલ્મમાં નવાઝુદ્દીન અને અન્ય કલાકારોને લઈને એક ખાસ ગીત શૂટ કરવામાં આવશે. આ ગીતમાં નવાઝુદ્દીનની ખાસ ભૂમિકા હશે. આ ગીતમાં લગભગ ૫૦૦ ડાન્સરનો સમાવેશ કરવામાં આવશે. ગણેશ માસ્ટર એને કોરિયોગ્રાફ કરશે. પાંચ દિવસના આ શેડ્યુલ માટે ડિરેક્ટર ફરહાદ સામજી બે અઠવાડિયાંથી એના પર કામ કરી રહ્યા છે. આ ગીતને મેના એન્ડમાં શૂટ કરવામાં આવે એવી શક્યતા છે.

આ પણ વાંચોઃ નવાઝુદ્દીન સિદ્દીકીની 'રાત અકેલી હૈ'નું શૂટિંગ થયું પૂરું

nawazuddin siddiqui bollywood entertaintment Housefull 4