બોલે ચૂડિયાંમાં રૅપ-સૉન્ગને ગાનાર નવાઝુદ્દીન સિદ્દીકીને સિંગર નથી બનવું

15 July, 2019 09:46 AM IST  |  મુંબઈ

બોલે ચૂડિયાંમાં રૅપ-સૉન્ગને ગાનાર નવાઝુદ્દીન સિદ્દીકીને સિંગર નથી બનવું

નવાઝુદ્દિન સિદ્દિકી (File Photo)

‘બોલે ચુડિયા’માં રૅપ-સૉન્ગ ગાતા નવાઝુદ્દીન સિદ્દીકીએ જણાવ્યું હતું કે તેને સિંગર નથી બનવું. આ ફિલ્મમાં નવાઝુદ્દીન બંગડી વેચતાં-વેચતાં ‘સ્વૅગી ચૂડિયાં’ ગાતા પણ જોવા મળશે. આ ફિલ્મ દ્વારા તેનો ભાઈ શમસ નવાબ સિદ્દીકી ડિરેક્શનમાં એન્ટ્રી કરશે. ફિલ્મમાં ગીત ગાવાના એક્સ્પીરિયન્સ વિશે નવાઝુદ્દીને કહ્યું હતું કે ‘હું કોઈ સિંગર નથી, પરંતુ રૅપ ગાવું એ એક અલગ જ અનુભવ છે. એનું શ્રેય મ્યુઝિક-ડિરેક્ટરને જાય છે. મેં લિરિક્સ શીખ્યા હતા અને ગીતની પ્રૅક્ટિસ પણ કરી હતી. જોકે મ્યુઝિક-ડિરેક્ટરે મારી અંદરથી એ પ્રતિભાને બહાર કાઢવામાં મદદ કરી હતી. હું ભવિષ્યમાં સિંગર નથી બનવા માગતો. આ રૅપ-સૉન્ગની સાથે મારો અવાજ મેળ ખાતો હતો અને આ જ કારણ છે કે તેમણે મારી પાસે ગીત ગવડાવવાનો નિર્ણય લીધો હતો.’

આ પણ વાંચોઃ તમે જોયા હ્રિતિક રોશનના આ કેન્ડિડ ફોટોસ?

તમન્ના ભાટિયા સાથે કામ કરવા માટે હું ઉત્સાહિત છું : નવાઝુદ્દીન

‘બોલે ચૂડિયાં’માંથી મૌની રૉયની હકાલપટ્ટી બાદ તમન્ના ભાટિયાની એન્ટ્રી થતાં નવાઝુદ્દીન સિદ્દીકી તેની સાથે કામ કરવા માટે એક્સાઇટેડ છે. આ ફિલ્મના ફિલ્મમેકર્સ અને મૌનીને વિવાદ થતાં તેને આ ફિલ્મમાંથી પડતી મૂકવામાં આવી હતી. આ વિશે પૂછવામાં આવતાં નવાઝુદ્દીને કહ્યું હતું કે ‘હું ફિલ્મમાં એક કલાકાર તરીકે કામ કરી રહ્યો છું. હું એટલું જરૂર કહીશ કે તમન્ના આ ફિલ્મમાં આવી એ અમારા માટે ખુશીની વાત છે. અભિનેત્રી અને પ્રોડ્યુસર વચ્ચે જે પણ વિવાદ થયો એના વિશે હું કંઈ કહેવા નથી માગતો. જોકે હું તમન્ના સાથે કામ કરવા માટે એક્સાઇટેડ છું.’

nawazuddin siddiqui bollywood