નેટફ્લિક્સની સિરિયસ મૅનમાં જોવા મળશે નવાઝુદ્દીન સિદ્દીકી

04 June, 2019 09:51 AM IST  |  મુંબઈ

નેટફ્લિક્સની સિરિયસ મૅનમાં જોવા મળશે નવાઝુદ્દીન સિદ્દીકી

નવાઝુદ્દીન સિદ્દિકી

વિડિયો સ્ટ્રીમિંગ સર્વિસ નેટફ્લિક્સની આગામી ફિલ્મ ‘સિરિયસ મૅન’માં નવાઝુદ્દીન સિદ્દીકી જોવા મળશે. મનુ જોસેફની બુક પરથી આ ફિલ્મ બનાવવામાં આવશે. આ અગાઉ નવાઝુદ્દીન ‘સેક્રેડ ગેમ્સ’માં જોવા મળ્યો હતો. તે ‘સેક્રેડ ગેમ્સ 2’માં પણ જોવા મળશે. ‘સિરિયસ મૅન’ને સુધીર મિશ્રા ડિરેક્ટ કરશે. આ ફિલ્મને લઈને નવાઝુદ્દીને કહ્યું હતું કે ‘હું નેટફ્લિક્સની ‘સિરિયસ મૅન’ અને ક્રીએટ‌િવ માઇન્ડવાળા સુધીર મિશ્રા સાથે કામ કરવાને લઈને ખૂબ જ અેક્સાઇટેડ છું. ‘સેક્રેડ ગેમ્સ’ બાદ નેટફ્લિક્સ સાથે મારો આ બીજો પ્રોજેક્ટ છે. આશા રાખું છું કે લોકોએ જેટલો પ્રેમ ગણેશ ગાયતોન્ડેને આપ્યો છે એટલો જ પ્રેમ આ ફિલ્મના ઐયન મણિને પણ આપશે. હું હાલમાં ‘સેક્રેડ ગેમ્સ 2’ની રિલીઝ થવાની રાહ જોઈ રહ્યો છું. સાથે જ લોકોનાં રીઍક્શન જાણવા માટે પણ આતુર છું.’

nawazuddin siddiqui netflix