17 July, 2025 07:09 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
નવાઝુદ્દીન સિદ્દીકી દીકરી શોરા સાથે
નવાઝુદ્દીન સિદ્દીકીએ હાલમાં સોશ્યલ મીડિયા પર દીકરી શોરાનો એક વિડિયો શૅર કર્યો છે જેમાં તે ઍક્ટિંગ કરી રહી છે. શોરા ૧૫ વર્ષની છે અને હાલમાં તે અભિનયની તાલીમ લઈ રહી છે. આ વિડિયોમાં શોરા બીજા ઍક્ટર્સ સાથે અંગ્રેજી ભાષામાં એક દૃશ્ય ભજવી રહી છે. આ વિડિયોમાં તેની ડાયલૉગ-ડિલિવરી અને એક્સપ્રેશન જોઈને લોકો તેનાથી પ્રભાવિત થયા છે અને આ વિડિયો વાઇરલ થઈ ગયો છે.