રાત અકેલી હૈના પર્ફોર્મન્સ માટે નવાઝુદ્દીનને મળ્યો બેસ્ટ ઍક્ટરનો અવૉર્ડ

21 December, 2020 02:20 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રાત અકેલી હૈના પર્ફોર્મન્સ માટે નવાઝુદ્દીનને મળ્યો બેસ્ટ ઍક્ટરનો અવૉર્ડ

નવાઝુદ્દિન સિદીકી

નવાઝુદ્દીન સિદ્દીકીને ફિલ્મ ‘રાત અકેલી હૈ’માં ભજવેલા પોલીસ જટિલ યાદવના રોલ માટે બેસ્ટ ઍક્ટરનો અવૉર્ડ મળ્યો છે. ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં નવાઝુદ્દીનના પર્ફોર્મન્સની ખૂબ પ્રશંસા કરવામાં આવે છે. તેણે પોતાની ઍક્ટિંગના દમ પર ખાસ્સી નામના મેળવી છે. આ વર્ષે આ ફિલ્મ ડિજિટલ પ્લૅટફૉર્મ પર રિલીઝ થઈ છે. ‘રાત અકેલી હૈ’માં નવાઝુદ્દીનના પર્ફોર્મન્સની લોકોએ ખૂબ વાહવાહી કરી હતી. ફિલ્મોની સાથે જ વેબ-સિરીઝમાં પણ તેની ભૂમિકા શાનદાર રહી છે. તેણે ‘સેક્રેડ ગેમ્સ’ અને ‘સિરિયસ મૅન’માં દમદાર પાત્ર ભજવ્યાં હતાં. તે કોઈ પણ કૅરૅક્ટરને સરળતાથી આત્મસાત કરી લે છે. એને કારણે જ તે વર્સેટાઇલ ઍક્ટર બન્યો છે, જેની અસર તેના દરેક પ્રોજેક્ટમાં દેખાઈ આવે છે. તે ‘બોલે ચૂડિયાં’, ‘સંગીન’ અને ‘જોગીરા સારા રા રા’માં પણ દેખાવાનો છે.

nawazuddin siddiqui bollywood news