પોતાનું ઘર છોડીને હોટેલમાં રહેવા ગયો છે નવાઝુદ્દીન?

06 February, 2023 04:22 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મુંબઈ કોર્ટે નવાઝુદ્દીનને હાલમાં જ નોટિસ ફટકારી છે.

નવાઝુદ્દીન સિદ્દીકી

નવાઝુદ્દીન સિદ્દીકી તેનું પોતાનું ઘર છોડીને હોટેલમાં રહેવા ગયો હોય એવી ચર્ચા ચાલી રહી છે. એની પાછળનું કારણ તેની વાઇફ આલિયા સિદ્દીકીએ કરેલો કેસ છે. આ જ કારણ છે કે જ્યાં સુધી તેના વકીલ આ કેસનો ઉકેલ નહીં લાવે ત્યાં સુધી તે હોટેલમાં જ રોકાવાનો છે. તેની વાઇફે માનસિક ત્રાસ આપવાની અને જમવાનું ન આપવાની ફરિયાદ કરી છે. આ જ કારણ છે કે મુંબઈ કોર્ટે નવાઝુદ્દીનને હાલમાં જ નોટિસ ફટકારી છે. આ આલિશાન મકાનને નવાઝુદ્દીને તેના પિતા નવાબનું નામ આપ્યું છે. નવાઝુદ્દીનને આ મકાન સાથે ખૂબ લાગણી જોડાયેલી છે. હવે એ જોવું રહ્યું કે પર્સનલ લાઇફમાં ચાલી રહેલા તનાવનો ઉકેલ ક્યારે આવશે.

nawazuddin siddiqui entertainment news bollywood news bollywood gossips bollywood