ઠાકરે દ્વારા બાળાસાહેબની ઇમેજ સુધારવામાં આવે એવો કોઈ સ્કોપ નથી : નવાઝ

20 January, 2019 08:06 AM IST  |  | મોહર બાસુ

ઠાકરે દ્વારા બાળાસાહેબની ઇમેજ સુધારવામાં આવે એવો કોઈ સ્કોપ નથી : નવાઝ

ઠાકરેના એક સીનમાં નવાઝુદ્દીન સિદ્દીકી

નવાઝુદ્દીન સિદ્દીકીનું કહેવું છે કે આ ફિલ્મ એવી નથી જેનાથી બાળ ઠાકરેની ઇમેજ સુધારવામાં આવે. બાળ ઠાકરેના જીવન પરથી ‘ઠાકરે’ બની રહી છે. આ ફિલ્મને ૨૫ જાન્યુઆરીએ રિલીઝ કરવામાં આવી રહી છે. ઇલેક્શન પહેલાં આ ફિલ્મ આવી રહી હોવાથી એને પૉલિટિકલ પ્રચાર માટે બનાવવામાં આવી રહી હોવાની ચર્ચા છે. આ વિશે પૂછતાં નવાઝુદ્દીન સિદ્દીકીએ કહ્યું હતું કે ‘બાળાસાહેબને પ્રચારની શું જરૂર છે? તેમનો બર્થ-ડે હોવાથી ફિલ્મને આ સમયે રિલીઝ કરવામાં આવી રહી છે. આ ફિલ્મને કોઈ પૉલિટિકલ મુદ્દા સાથે લેવાદેવા નથી. આ ફિલ્મને કોઈ અન્ય વર્ષમાં રિલીઝ કરવામાં આવી હોત તો એને અલગ રિસ્પૉન્સ મYયો હોત.’

આ પણ વાંચોઃ અનિલ કપૂરે ચાહકોને કઈ ચૅલેન્જ આપી?

‘સંજુ’ને લઈને લોકોએ કહ્યું હતું કે ફિલ્મને સંજય દત્તની ઇમેજ સુધારવા માટે બનાવવામાં આવી હતી. ‘ઠાકરે’ પણ બાળ ઠાકરેની ઇમેજ સુધારવા માટે બનાવવામાં આવી રહી હોવાની ચર્ચા ચાલી રહી છે. આ વિશે પૂછતાં નવાઝુદ્દીને કહ્યું હતું કે ‘બાળાસાહેબ પહેલેથી કન્ટ્રોવર્શિયલ વ્યક્તિ રહ્યા છે. આ ફિલ્મ દ્વારા તેમની ઇમેજ સુધારવામાં આવે એવો કોઈ સ્કોપ નથી. આ ફિલ્મમાં અમે તેઓ જેવા હતા એવા જ તેમને દેખાડવાની કોશિશ કરી છે.’