ઐશ્વર્યા પરનું meme શેર કરીને ફસાયા વિવેક ઓબેરૉય, મળી નોટિસ

20 May, 2019 08:15 PM IST  |  મુંબઈ

ઐશ્વર્યા પરનું meme શેર કરીને ફસાયા વિવેક ઓબેરૉય, મળી નોટિસ

ઈમેજ ટ્વીટ કરીને ફસાયા વિવેક

વિવેક ઓબેરૉયનું એક ટ્વીટ તેમની મુસીબતનું કારણ બની ગયું છે. વિવેકે એક્ઝિટ પોલને લઈને એક મીમ શેર કર્યું હતું. જેમાં સલમાન, વિવેક, અભિષેક, ઐશ્વર્યા અને આરાધ્યાની તસવીરો સાથે એક્ઝિટ પોલને સરખાવવામાં આવ્યા છે. આ ટ્વીટ બાદ વિવેકને મહારાષ્ટ્ર મહિલા આયોગ અને રાષ્ટ્રીય મહિલા આયોગે નોટિસ ફટકારી સ્પષ્ટીકરણ માંગ્યું છે.

મહિલા આયોગે માંગ્યો ખુલાસો
સમાચાર એજન્સી ANIએ મહારાષ્ટ્ર રાજ્ય મહિલા આયોગના પ્રમુખ વિજયા રાહતકરના હવાલેથી કહ્યું છે કે આયોગે એક્ઝિટ પોલ પર અભિનેતા વિવેક ઓબેરૉયના ટ્વીટ પર સંજ્ઞાન લીધું છે અને નોટિસ આપવામાં આવી રહી છે. સાથે જ રાષ્ટ્રીય મહિલા આયોગે પણ વિવેક પાસેથી આ મામલે ખુલાસો માંગ્યો છે.

સેલેબ્સ પણ થયા નારાજ
વિવેક ઓબેરૉયના આ ટ્વીટ બાદ બોલીવુડ સેલેબ્સ પણ તેમનાથી નારાજ થયા છે. સોનમ કપૂરે આ ટ્વીટને ક્લાસલેસ ગણાવ્યું છે.

તો ઉર્મિલા માતોંડકરે પણ વિવેકના ટ્વીટ સામે રોષ વ્યક્ત કર્યો છે.

vivek oberoi aishwarya rai bachchan bollywood news