રણબીર નૅશનલ અવૉર્ડ્સ ફંક્શનમાં શશી કપૂર માટે નરેટર બન્યો

05 May, 2015 05:21 AM IST  | 

રણબીર નૅશનલ અવૉર્ડ્સ ફંક્શનમાં શશી કપૂર માટે નરેટર બન્યો


શશી કપૂરની ઉંમર ૭૭ વર્ષની છે અને તેમની તબિયત સારી ન હોવાથી તેમણે આ ફંક્શનમાં હાજરી નહોતી આપી. રણબીરે આ સમયે નરેટરનું પાત્ર ભજવીને શશી કપૂરને જુનૂન અને એક આઇકન તરીકે રજૂ કર્યા હતા.શશી કપૂરનું બહુ જલદી મુંબઈમાં સન્માન કરવામાં આવશે. ફંક્શનમાં રજૂ કરવામાં આવેલા વિડિયોમાં શશી કપૂરનાં કેટલાંક જાણીતાં ગીતો અને જાણીતાં દૃશ્યોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ સાથે જ રણબીરે તેના અવાજ દ્વારા તેમની ગેરહાજરીનો અહેસાસ થવા નહોતો દીધો.

આ ફંક્શનમાં જ્યારે શશી કપૂરનાં ગીત ‘વાદા કરો નહીં તુમ છોડોગી મેરા સાથ’ અને ‘એક રાસ્તા હૈ ઝિંદગી’ને વગાડવામાં આવ્યાં હતાં ત્યારે ત્યાં હાજર રહેલા તમામે એને તાળીઓના ગડગડાટ સાથે વધાવી લીધાં હતાં. આ વિડિયોમાં જ્યારે ‘મેરે પાસ મા હૈ’ ડાયલૉગ દ્વારા દૃશ્યને દર્શાવવામાં આવ્યું હતું ત્યારે તમામ લોકોએ તેમની જગ્યા પર ઊભા થઈને તેમને સન્માન આપ્યું હતું.આ વિડિયોમાં શબાના આઝમી, શર્મિલા ટાગોર, અમિતાભ બચ્ચન, રિશી કપૂર અને તેમના દીકરા કુણાલ કપૂરનો સ્પેશ્યલ મેસેજ પણ દર્શાવવામાં આવ્યો હતો.