અનુપમ ખેર જોકર છે : નસીરુદ્દીન શાહ

23 January, 2020 02:07 PM IST  |  Mumbai

અનુપમ ખેર જોકર છે : નસીરુદ્દીન શાહ

નસીરુદ્દીન શાહ

દેશમાં ચાલી રહેલા વિવિધ મુદ્દાઓ પર પોતાનાં વિચાર ન માંડવાને કારણે નસીરુદ્દીન શાહે અનુપમ ખેરને જોકર કહી દીધા છે. આ વિશે નસીરુદ્દીન શાહે કહ્યું હતું કે ‘અનુપમ ખેર જેવી વ્યક્તિ નિખાલસપણે પોતાનાં વિચાર વ્યક્ત કરે છે. મને નથી લાગતું કે તેમને સિરીયસ્લી લેવાની જરૂર છે. તે તો જોકર છે. NFD અને FTIIનાં તેનાં સાથી કલાકારો તેનાં ચાપલુસીવાળા સ્વભાવથી જાણીતા છે. એ તેનાં લોહીમાં જ છે અને એનો તેની પાસે કોઈ ઉપચાર નથી.’

નસીરુદ્દીન શાહે JNUમાં દીપિકા પાદુકોણની હિંમતની પ્રશંસા કરી

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી(JNU)માં દીપિકા પાદુકોણે હાજરી આપી હતી એની નસીરુદ્દીન શાહે ખૂબ જ પ્રશંસા કરી છે. સિટિઝનશિપ અમેન્ડમેન્ટ ઍક્ટ અને ધ નૅશનલ રજીસ્ટર ઑફ સિટિઝન્સને લઈને દેશભરમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શન પર બૉલીવુડની અનેક સેલિબ્રિટીઝે પોતાનાં વિચાર વ્યક્ત કર્યા હતાં. એ દરમ્યાન JNUમાં વિદ્યાર્થીઓ અને ટીચર્સ પર થયેલા હુમલા બાદ દીપિકાએ તેમને સપોર્ટ કર્યો હતો. આ દરમ્યાન દીપિકાનો વિરોધ પણ થયો હતો. એને લઈને નસીરુદ્દીન શાહે કહ્યું હતું કે ‘જે સેલિબ્રિટીઝ બોલી રહી છે તેમનામાં હિમ્મત વધુ છે અને ગુમાવવા જેવુ ખૂબ ઓછુ છે. જોકે સમજવા જેવી બાબત એ છે કે ઇન્ડસ્ટ્રીની મોભાદાર વ્યક્તિઓ કેમ આ મામલા પર ચુપ છે.

આ પણ વાંચો : સો કરોડનો બિઝનેસ કરનારી દરેક ફિલ્મ સફળ ન કહેવાય: દીપિકા પાદુકોણ

એક વાતનું આશ્ચર્ય થાય છે કે આ માટે તેમણે કેટલું ગુમાવવું પડશે? શું આ માટે તેમની હત્યા કરવામાં આવશે? દીપિકા પાદુકોણ જેવી યુવતીની હિમ્મતને દાદ આપવી પડે. તે કરીઅરમાં ટૉચના સ્થાને છે અને આમ છતાં તેણે આ પગલુ લીધુ. એને કારણે તેનાં હાથમાંથી કેટલીક ઍડ્વર્ટાઇઝ છુટી જશે. એનાં કારણે શું તે ગરીબ બની જશે? શું તેની પૉપ્યુલારિટી ઘટી જશે? શું તેનાં કારણે તેની સુંદરતા ઘટી જશે? તેઓ વહેલા કાં તો મોડા ફરી પાછા આવશે જ. ફિલ્મ ઇન્ડસ્ટ્રી માત્ર પૈસાને જ પોતાનો ભગવાન ગણે છે.’

naseeruddin shah anupam kher bollywood news