ગૅમ્બલર રતન ખત્રી પરથી ‘મટકા કિંગ’ બનાવશે નાગરાજ

12 January, 2022 08:26 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

‘ઓટીટી પર હું સિદ્ધાર્થ રૉય કપૂર સાથે મળીને એક યુનિક અને અદ્ભુત સ્ટોરી કહેવા માટે આતુરતાથી રાહ જોઈ રહ્યો છું. આશા રાખું છું કે અમને ‘મટકા કિંગ’ બનાવવાની જે મજા આવી એટલી જ મજા દર્શકોને જોવામાં પણ આવે.’ 

ગૅમ્બલર રતન ખત્રી પરથી ‘મટકા કિંગ’ બનાવશે નાગરાજ

‘સૈરાટ’ અને ‘ફૅન્ડ્રી’ જેવી ફિલ્મો બનાવવા માટે જાણીતા નાગરાજ મંજુલે હવે સિરીઝ ‘મટકા કિંગ’ બનાવવા જઈ રહ્યો છે. સત્ય ઘટના પરથી આ સિરીઝ બનાવવામાં આવશે. કરાચીમાં જન્મેલા રતન ખત્રીની લાઇફ પરથી આ  સિરીઝ બનાવવામાં આવી રહી છે જે ઇન્ડિયામાં ગૅમ્બલિંગની શરૂઆત કરનાર માણસ હતો. આ સિરીઝને ૧૯૬૦થી ૯૦ના દાયકા વચ્ચેની બનાવવામાં આવશે. આ સિરીઝમાં ૧૯૬૦ અને ૭૦ના દાયકામાં મુંબઈમાં લોકો કેવી રીતે કામ કરતા હતા અને ઇકૉનૉમી અને દેશના પાવર સ્ટ્રક્ચર પર પૈસાની કેવી અસર પડતી હતી એ દેખાડવામાં આવશે. આ વિશે વાત કરતાં નાગરાજ મંજુલેએ કહ્યું હતું કે ‘ઓટીટી પર હું સિદ્ધાર્થ રૉય કપૂર સાથે મળીને એક યુનિક અને અદ્ભુત સ્ટોરી કહેવા માટે આતુરતાથી રાહ જોઈ રહ્યો છું. આશા રાખું છું કે અમને ‘મટકા કિંગ’ બનાવવાની જે મજા આવી એટલી જ મજા દર્શકોને જોવામાં પણ આવે.’ 

bollywood news bollywood bollywood gossips entertainment news