મારા અદ્‍ભુત ફૅન્સ, મારા દુખે દુખી પણ થયા: જુનિયર એનટીઆર

17 September, 2023 06:38 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

જુનિયર એનટીઆરે તેના ફૅન્સે કરેલા સપોર્ટનો આભાર માન્યો છે. તેને દુબઈમાં આયોજિત સાઉથ ઇન્ડિયન ઇન્ટરનૅશનલ મૂવી અવૉર્ડ્‍સમાં ‘RRR’ માટે બેસ્ટ ઍક્ટરનો અવૉર્ડ મળ્યો છે

ફાઇલ તસવીર

જુનિયર એનટીઆરે તેના ફૅન્સે કરેલા સપોર્ટનો આભાર માન્યો છે. તેને દુબઈમાં આયોજિત સાઉથ ઇન્ડિયન ઇન્ટરનૅશનલ મૂવી અવૉર્ડ્‍સમાં ‘RRR’ માટે બેસ્ટ ઍક્ટરનો અવૉર્ડ મળ્યો છે. એ દરમ્યાન તેણે ફિલ્મની ટીમનો આભાર માન્યો હતો. આ ફિલ્મમાં તેણે કોમરામ ભીમનો રોલ કર્યો હતો. ફિલ્મને એસ. એસ. રાજામૌલીએ બનાવી હતી. સૌનો આભાર માનતાં જુનિયર એનટીઆરે કહ્યું કે ‘સૌપ્રથમ હું મારા ડિરેક્ટર રાજામૌલીનો આભાર માનવા માગું છું કે તેમણે મારા પર વારંવાર વિશ્વાસ કર્યો કે હું કોમરામ ભીમના પાત્રને ન્યાય આપી શકીશ. બીજી વાત; હું મારા કો-સ્ટાર, મારા ભાઈ, ફ્રેન્ડ રામ ચરણનો પણ આભાર માનું છું જેણે ‘RRR’માં સપોર્ટ આપતાં મારા પડખે અડીખમ રહ્યો હતો. સાથે જ હું અગત્યના એવા મારા ફૅન્સ જેઓ મારી ચડતી-પડતી દરમ્યાન મારી સાથે ઊભા રહ્યા તેમનો પણ આભાર માનું છું. મારાં આંસુ લૂંછ્યાં, મારા દુ:ખમાં તેઓ પણ દુખી થતા હતા અને મારી સાથે હસતા હતા. દરેક વખતે મારી સાથે ઊભા રહેનારા મારા તમામ ફૅન્સને હું નમન કરું છું.’

bollywood bollywood news entertainment news