મારી ડિપ્રેશનની સ્થિતિમાં મારી વાઇફે મને સપોર્ટ કર્યો હતો : વિવેક ઑબેરૉય

17 December, 2022 06:13 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઇન્ડસ્ટ્રીમાં કચડવાનો પ્રયાસ કરવામાં આવે છે

વિવેક ઑબેરોય

વિવેક ઑબેરૉયે તેના ડિપ્રેશનના તબક્કા વિશે જણાવ્યું કે તેની વાઇફ પ્રિયંકાએ તેને ખૂબ સપોર્ટ કર્યો હતો. સાથે જ વિવેકે ઇન્ડસ્ટ્રીની કડવી વાસ્તવિકતા વિશે પોતાના વિચાર વ્યક્ત કર્યા છે. એ અનુભવ વિશે વિવેક ઑબેરૉયે કહ્યું કે ‘ઇન્ડસ્ટ્રી ખૂબ જ નિષ્ઠુર, કઠોર હોવાની સાથે એ તમને કચડવાનો પ્રયાસ કરે છે. લોકોની પ્રાર્થનાઓએ ખૂબ મદદ કરી. એ વસ્તુ જોડી રાખે છે. નહીં તો હું તૂટી 
ગયો હોત. મારી આસપાસની નેગેટિવિટીને કારણે હું ખૂબ નિરાશ રહેતો હતો અને હા, કદાચ એ જ ઉદ્દેશ હતો. માનસિક રીતે તમને તોડી પાડવાનો જ એજન્ડા હોય છે. જોકે પ્રિયંકાએ મારી લાઇફમાં ખૂબ મહત્ત્વની ભૂમિકા ભજવી છે.’

આ પણ વાંચો: સલમાન ખાને શેર કર્યો અક્ષય કુમારનો રડતો વીડિયો, ભાવુક થઈ કહ્યું કે હંમેશાં...

૨૦૨૦ની જૂને સુશાંત સિંહ રાજપૂતનું નિધન થયું હતું. તેની એ સ્થિતિ સાથે પોતાને જોડતાં વિવેકે કહ્યું કે ‘સુશાંત અથવા તો અન્ય લોકો સાથે જે પણ થયું હતું એની સાથે હું પોતાને જોડી શકું છું. હું એ દર્દ અને હતાશાને મહસૂસ કરી શકતો હતો. આ સ્થળ ખૂબ ઘાતકી છે. તેઓ તમને કચડવાનો પ્રયાસ કરે છે. જુઠ્ઠાણાને અનેક વખત જોરશોરથી એટલા માટે રજૂ કરવામાં આવે છે જેથી એ હકીકત લાગે. એ જ સત્ય છે એના પર તમે વિશ્વાસ કરો એવા પ્રયત્નો કરવામાં આવે છે.’

bollywood news vivek oberoi entertainment news