માય નેમ ઇઝ ખાન બાદ બદલાઈ વરુણ ધવનની લાઈફ

13 February, 2019 09:50 AM IST  | 

માય નેમ ઇઝ ખાન બાદ બદલાઈ વરુણ ધવનની લાઈફ

વરુણ ધવનનું કહેવું છે કે ‘માય નેમ ઇઝ ખાન’ દ્વારા તેની લાઇફ સંપૂર્ણ બદલાઈ ગઈ હતી. ૨૦૧૦ની બાર ફેબ્રુઆરીએ શાહરુખ ખાનની આ ફિલ્મ રિલીઝ થઈ હતી. કરણ જોહરના ડિરેક્શન હેઠળ બનેલી આ ફિલ્મમાં વરુણે અસિસ્ટન્ટ તરીકે કામ કર્યું હતું. આ ફિલ્મની રિલીઝનાં બે વર્ષ બાદ કરણ જોહરની ‘સ્ટુડન્ટ ઑફ ધ યર’ દ્વારા વરુણે બૉલીવુડમાં એન્ટ્રી કરી હતી. આ ફિલ્મને ગઈ કાલે નવ વર્ષ થતાં ફિલ્મના સેટ પરનો ફોટો શૅર કરી વરુણે ટ્વીટ કર્યું હતું કે ‘નવ વર્ષ થઈ ગયાં છે ‘માય નેમ ઇઝ ખાન’ને. આ ફિલ્મમાંથી મને ઘણું શીખવા મળ્યું છે. પ્રૅક્ટિકલી આ ફિલ્મે મારું જીવન બદલી કાઢ્યું છે.’

varun dhawan my name is khan bollywood