હૅપી બર્થ-ડે માય હાર્ટ-બીટ... જેનેલિયા ડિસોઝાની રોમૅન્ટિક પોસ્ટ

18 December, 2025 11:35 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રિતેશ દેશમુખની ૪૭મી વર્ષગાંઠે પત્ની જેનેલિયા ડિસોઝાએ કરી રોમૅન્ટિક પોસ્ટ

તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા

ગઈ કાલે રિતેશ દેશમુખની ૪૭મી વર્ષગાંઠ હતી. આ દિવસે રિતેશની પત્ની જેનેલિયા ડિસોઝાએ સોશ્યલ મીડિયામાં તેમની કેટલીક રોમૅન્ટિક તસવીરો પોસ્ટ કરીને પ્રેમથી

બર્થ-ડે વિશ કરી છે. આ પોસ્ટ સાથે જેનેલિયાએ લાંબો મેસેજ લખતાં કહ્યું છે કે

‘મારા સૌથી પ્રિય રિતેશ,

અાપણને ઓળખતા દરેકને હંમેશાં આશ્ચર્ય થાય છે કે આપણે વર્ષો પછી પણ કેવી રીતે સતત સાથે છીએ અને છતાં એટલાં ખુશ છીએ...

પરંતુ સત્ય તો એ છે કે આ બધાનું કારણ માત્ર ‘તું’ જ છો.

તું પ્રેમ છો.

તું સૌમ્યતા છો.

તું મને હસાવે છે અને જ્યારે હું રડું છું ત્યારે તું મારાં દરેક આંસુ લૂછે છે.

તારી પાસે લોકો સાથે જોડાવાની એવી અદ્ભુત રીત છે કે તારી સાથે રહેનાર દરેક વ્યક્તિને લાગે છે કે તે મહત્ત્વની છે,

અને મારી વાત કરું તો મને તો તું 24x7 મળે છે.

વિચારો, સોનાના દિલ ધરાવતા માણસ પાસેથી મને કેટલો અદ્ભુત અનુભવ મળે છે

હું તને દરેક દિવસ, દરેક મિનિટ અને દરેક સેકન્ડ ઊજવીશ, કારણ કે તું આ બધું અને એથી પણ વધુ છો.

હૅપી બર્થ-ડે મારા હાર્ટ-બીટ

મારું હૃદય તારી પાસે છે, બસ એને સુરક્ષિત રાખજે.’

happy birthday riteish deshmukh genelia dsouza entertainment news bollywood bollywood news