મારી ફિલ્મોની ચૉઇસ હંમેશાં ખૂબ રિસ્કી રહી છે : સયાની ગુપ્તા

26 June, 2020 04:27 PM IST  |  Mumbai Desk | Agencies

મારી ફિલ્મોની ચૉઇસ હંમેશાં ખૂબ રિસ્કી રહી છે : સયાની ગુપ્તા

સયાની ગુપ્તા

સયાની ગુપ્તાએ જણાવ્યું હતું કે તેની ફિલ્મોની પસંદગી રિસ્કી રહી છે. તેની ફિલ્મ ‘એક્સોન’ હાલમાં વિડિયો સ્ટ્રીમિંગ સર્વિસ નેટફ્લ‌િક્સ પર દેખાડવામાં આવી રહી છે. સયાનીએ 23 વર્ષની મણિપુરથી આવેલી નેપાલી યુવતીનું પાત્ર ભજવ્યું છે. આ ફિલ્મ ક્રિટિક્સ અને લોકોને પણ પસંદ પડી રહી છે. એને લઈને સયાનીએ કહ્યું હતું કે ‘ફિલ્મને ઉમળકાભેર આવકાર આપવામાં આવી રહ્યો છે. હું ખુશ છું કે દરેક આ ફિલ્મને ખૂબ પ્રેમ આપવાની સાથે એની પ્રશંસા કરી રહ્યા છે. આ એક નાનકડી ફિલ્મ છે. આ ફિલ્મ ભવ્ય નથી. હું કોઈ પણ પ્રોજેક્ટ પૂરા કરી લઉં તો પછી એના વિશે વધુ વિચારતી નથી, કારણ કે તમે જાણતા હો છો કે તમારું કામ તમે પૂરું કરી લીધું છે. જોકે પહેલી વખત એવું બન્યું છે કે હું ખૂબ નર્વસ અને ગંભીર હતી કે નૉર્થ ઈસ્ટના લોકો ‘એક્સોન’ વિશે શું કહેશે? હું આ પાત્રમાં બંધ બેસીશ કે નહીં? મેં જે પણ પસંદ કરી છે એ ખૂબ રિસ્કી રહી છે. હું સલામત કામ નહોતી કરવા માગતી. એથી એ કામ નહીં કરે એની શક્યતા વધુ હતી. જોકે એને અવિશ્વસનીય રિસ્પૉન્સ મળી રહ્યો છે. હજારોની સંખ્યામાં મેસેજિસ આવી રહ્યા છે. હું દરેકની આભારી છું જેમણે ફિલ્મની પ્રશંસા કરી છે. સાથે જ મને એ વાતની પણ ખુશી છે કે દર્શકોને મારું કામ પસંદ પડ્યું અને તેઓ મને મેસેજિસ કરીને કહી રહ્યા છે કે તેઓ મારા અન્ય પ્રોજેક્ટ પણ જોશે. ફિલ્મને લઈને એક પ્રકારનું સેલિબ્રેશન ચાલી રહ્યું છે. સાથે જ મને એ વાતની પણ ખુશી છે કે ક્રિટિક્સે પણ અમારી ફિલ્મને પ્રેમ આપ્યો છે.’

bollywood bollywood news bollywood gossips sayani gupta