‘ધારાવી બૅન્ક’માં મારું પાત્ર મારા સ્વભાવ કરતાં તદ્દન અલગ છે : સોનાલી કુલકર્ણી

20 November, 2022 05:22 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

‘ધારાવી બૅન્ક’માં મારું કૅરૅક્ટર અભિમાની, કઠોર દિલની અને કાવતરાં કરનારી મહિલાનું છે

સોનાલી કુલકર્ણી

સોનાલી કુલકર્ણીનું કહેવું છે કે ‘ધારાવી બૅન્ક’માં મારું પાત્ર મારા સ્વભાવ કરતાં એકદમ અલગ છે. આ વેબ-સિરીઝમાં તે મુખ્ય પ્રધાન જાનવી સુર્વેના રોલમાં દેખાઈ રહી છે. એમાં સુનીલ શેટ્ટી અને વિવેક ઑબેરૉય પણ લીડ રોલમાં જોવા મળી રહ્યા છે. એમએક્સ પ્લેયર પર સ્ટ્રીમ થઈ રહેલી આ સિરીઝને ઝી સ્ટુડિયોઝે પ્રોડ્યુસ કરી છે. પોતાના રોલ વિશે સોનાલીએ કહ્યું કે ‘મારી પર્સનાલિટી હંમેશાં આનંદમાં રહેનારી, મજેદાર અને પ્રામાણિક જેવી છે. એથી મારા માટે જાનવી સુર્વેનો રોલ ભજવવો અઘરો હતો.

‘ધારાવી બૅન્ક’માં મારું કૅરૅક્ટર અભિમાની, કઠોર દિલની અને કાવતરાં કરનારી મહિલાનું છે. એ મારા સ્વભાવ કરતાં એકદમ અલગ છે. એક ઍક્ટર તરીકેની મારી વર્સેટાલિટીની કસોટીની એ પ્રોસેસને મેં એન્જૉય કરી છે.’

entertainment news bollywood news sonali kulkarni