મારો ઉદ્દેશ હંમેશાં બહોળા પ્રમાણમાં દર્શકો સુધી પહોંચવાનો રહ્યો:આદિત્ય

10 May, 2020 08:31 PM IST  |  Mumbai Desk | Agencies

મારો ઉદ્દેશ હંમેશાં બહોળા પ્રમાણમાં દર્શકો સુધી પહોંચવાનો રહ્યો:આદિત્ય

આદિત્ય ધર

‘ઉરીઃ ધ સર્જિકલ સ્ટ્રાઇક’ બનાવનાર ફિલ્મમેકર આદિત્ય ધરનો આશય હોય છે કે તેની ફિલ્મો વધુ પ્રમાણમાં લોકો સુધી પહોંચે. આ ફિલ્મે બૉક્સ-ઑફિસ પર ૩૪૦ કરોડનો બિઝનેસ કર્યો હતો. વિકી કૌશલને આ ફિલ્મ માટે બેસ્ટ ઍક્ટરનો નૅશનલ અવૉર્ડ પણ મળ્યો હતો. ‘ઉરીઃ ધ સર્જિકલ સ્ટ્રાઇક’ દ્વારા આદિત્યએ ફિલ્મમેકિંગમાં એન્ટ્રી લીધી હતી. તેને પૂછવામાં આવ્યું હતું કે શું તેની પહેલી ફિલ્મ બાદ તે ભવિષ્યમાં એક સામાજિક મેસેજ સાથે ફિલ્મ બનાવશે? એનો જવાબ આપતાં આદિત્યએ કહ્યું હતું કે ‘ભવિષ્યમાં પણ એક સ્ટોરી ટેલર તરીકે મારો ઇરાદો એવો જ રહેશે કે હું બહોળા પ્રમાણમાં દર્શકો સુધી મારી ફિલ્મ પહોંચાડું. હું એ વાતની પણ ખાતરી રાખીશ કે એનાથી કમ્યુનિટી, કલ્ચર અથવા તો ધર્મને પણ તકલીફ ન થાય. હું એવો જ પ્રયાસ કરીશ. જોકે પ્રયત્નો તો હું કરતો રહીશ અને એ વિશે હંમેશાં એના પર કામ પણ કરતો રહીશ.’

bollywood bollywood gossips bollywood news