મ્યુઝિશ્યન્સ અને લિરિસિસ્ટ્સને પણ લીગલ રાઇટ્સ મળવા જોઈએ : અમાલ મલિક

04 December, 2020 07:48 PM IST  |  Mumbai | Mumbai correspondent

મ્યુઝિશ્યન્સ અને લિરિસિસ્ટ્સને પણ લીગલ રાઇટ્સ મળવા જોઈએ : અમાલ મલિક

મ્યુઝિશ્યન્સ અને લિરિસિસ્ટ્સને પણ લીગલ રાઇટ્સ મળવા જોઈએ : અમાલ મલિક

અમાલ મલિકનું કહેવું છે કે મ્યુઝિશ્યન્સ અને લિરિસિસ્ટ્સને પણ તેમના કામનો કાયદાકીય અધિકાર મળવો જોઈએ. મ્યુઝિક ઇન્ડસ્ટ્રીમાં કેવા પ્રકારનું પરિવર્તન જોઈએ છે એ વિશે પૂછવામાં આવતાં અમાલ મલિકે કહ્યું હતું કે ‘ટેક્નિકલ પાસાની વાત કરું તો મને કંઈક ઑર્ગેનિક કામ સાંભળવું અને જોવું ગમશે. આર્ટિફિશ્યલી બનાવવામાં આવેલા સાઉન્ડ્સ તરફ મેં ઝુકાવ જોયો છે, જે અદ્ભુત છે. જોકે એમાં કંઈક હજી ઉમેરો કરવો જોઈએ. મારી ફિલ્મ ‘સાઇના’ અને મારા સિંગલ ‘તૂ મેરા નહીં’ દ્વારા એ લાઇવ મ્યુઝિશ્યન્સ અને ડિજિટલી બનાવવામાં આવેલા મ્યુઝિકનો આનંદ લેવા મળશે. આ એક કમર્શિયલ મિશ્રણ છે જે તમને ગીતમાં જોવા મળશે. એ ગીત ચાર્ટ્સ અને હાર્ટ્સમાં સ્થાન પામશે. સાથે જ મને આશા છે કે મ્યુઝિશ્યન્સ અને લિરિસિસ્ટ્સને તેમની યોગ્યતા પ્રમાણે લીગલ રાઇટ્સ મળવા જોઈએ. હું ધારું છું કે લિરિસિસ્ટ્સ તેમનો માર્ગ શોધી કાઢશે. આપણે રાહ જોવી પડશે કે ભવિષ્યમાં શું ફળ મળે છે.’

bollywood bollywood gossips bollywood news entertainment news