સંગીતકાર અને ગાયક વિશાલ દાદલાણી શો હોસ્ટ કરશે

23 June, 2020 11:09 PM IST  |  Ahmedabad | Nirali Dave

સંગીતકાર અને ગાયક વિશાલ દાદલાણી શો હોસ્ટ કરશે

એમએક્સ પ્લેયર

કોરોના વાઇરસને લીધે કરવા પડેલા લૉકડાઉનને કારણે ચારેક મહિના જેટલો સમય બધું જ અટકી ગયું હતું. શૂટિંગ બંધ હતું એથી મનોરંજન માટે 

‘લૉકડાઉન સ્પેશ્યલ’ સિરીઝ બની રહી છે. જોકે કેટલાક શોનું શૂટિંગ પહેલાં જ થઈ ગયું છે અને એ રિલીઝ થવા માટે પણ તૈયાર છે.
૨૦ જૂને એમએક્સ પ્લેયરે ‘ટાઇમ્સ ઑૅફ મ્યુઝિક - બાપ ઑફ ઑલ મ્યુઝિક શો’ નામની ઓરિજિનલ સિરીઝ લૉન્ચ કરી છે જેમાં સંગીતપ્રેમીઓને મજા પડવાની છે, કેમ કે એમાં મ્યુઝિક-ઇન્ડસ્ટ્રીના ૨૦ દિગ્ગજ કમ્પોઝર એક જ મંચ પર આઇકૉનિક ગીત રજૂ કરશે અને એકબીજાનાં જાણીતાં ગીતો ગાઈને સંગીતને વધાવશે. શોના નવા એપિસોડ દર શનિવાર અને રવિવારે પ્રસારિત થશે.
આ માટે પહેલી આ રિયલિટી શોની વર્ચ્યુઅલ પ્રેસ-કૉન્ફરન્સ યોજાઈ હતી જેમાં વિશાલ દાદલાણી, અરમાન મલિક, પ્યારેલાલ, આણંદજી, અમિત ત્રિવેદી, વિજુ શાહ, સચિન-જિગર, શાંતનુ મોઇત્રા, આનંદ-મિલિન્દ, અગ્નિ, પલાશ સેન, સ્નેહા ખાનવલકર, મિથુન, રાજેશ રોશન, બપ્પી લાહિરી સહિતના મ્યુઝિશ્યન્સ હાજર રહ્યા હતા. ‘ડિસ્કો કિંગ’ તરીકે જાણીતા બપ્પી લાહિરીએ વિશાલ-શેખરનું ગીત ગાયું હતું.
આ શોમાં વિશાલ દાદલાણી પહેલી વખત હોસ્ટ બન્યા છે. વિશાલે જણાવ્યું કે ‘ગયા ત્રણ મહિનામાં ફિલ્મ-બિઝનેસ પર માઠી અસર થઈ છે. હજી પણ આપણે જાણતા નથી કે કેટલા સમય પછી લોકો થયેટરમાં જશે અને સાથે મળીને ફિલ્મો જોઈ શકશે. આવા સમયે ‘ટાઇમ્સ ઑફ મ્યુઝિક’ જેવો શો સંગીતકારો તેમ જ દર્શકો માટે મહત્ત્વનો સાબિત થશે. ખાસ તો કમ્પોઝર, લિરિસિસ્ટ અને સ્વતંત્ર મ્યુઝિક ડિરેક્ટર્સ માટે આ ફાયદાકારક બનશે, કેમ કે અત્યારે ફિલ્મો આવતી નથી માટે તેઓ આત્મનિર્ભર બનીને પોતાની કળા રજૂ કરી શકશે.’

vishal dadlani bollywood entertainment news