મુન્નાભાઈ ચલે અમેરિકા ૨૦૧૮ પહેલાં જોવા નહીં મળે

08 December, 2014 05:16 AM IST  | 

મુન્નાભાઈ ચલે અમેરિકા ૨૦૧૮ પહેલાં જોવા નહીં મળે



રશ્મિન શાહ


પહેલાં એવું કહેવાતું હતું કે સંજય દત્ત જેલમાંથી છૂટયા પછી પ્રથમ ‘મુન્નાભાઈ ચલે અમેરિકા’ કરશે, પણ હવે એવું નથી થવાનું. સંજુબાબા જેલમાંથી છૂટયા પછી છથી આઠ મહિના આરામ કરશે, એ બૉડી-ટોન પાછો મેળવશે અને એ પછી મુન્નાભાઈ સિરીઝનું શૂટિંગ શરૂ થશે. જો સમયની દૃષ્ટિએ કહીએ તો સંજય દત્ત ઑફિશ્યલી મે, ૨૦૧૬માં છૂટશે અને એ પછી છથી આઠ મહિના આરામ કરીને ૨૦૧૭માં શૂટિંગ કરે એવી ધારણા મૂકવામાં આવે છે. રાજકુમાર હિરાણીએ પણ આડકતરી રીતે આ વાત કબૂલ કરી હતી અને કહ્યું હતું કે ટેãક્નકલી પણ એ ફિલ્મનું શૂટિંગ વર્ષ ૨૦૧૭ પહેલાં શક્ય નથી, કારણ કે અત્યારે તેના પ્રાયોરિટી લિસ્ટમાં મુન્નાભાઈ સિરીઝની ત્રીજી ફિલ્મ નહીં પણ સંજય દત્તની બાયોગ્રાફિકલ ફિલ્મ છે.રાજકુમાર હિરાણીએ કહ્યું હતું કે ‘આવતા વષેર્ ફિલ્મની ãસ્ક્રપ્ટ પર કામ શરૂ થશે એ પછી ૨૦૧૫ના એન્ડ કે ૨૦૧૬ની શરૂઆતમાં શૂટિંગ શરૂ થશે. ફિલ્મનો ટાઇમ પિરિયડ લાંબો છે એટલે ટેક્નકલી પણ એમાં સમય વધુ જશે એટલે ઑબ્વિયસલી ૨૦૧૭ પહેલાં મુન્નાભાઈ પર કામ શક્ય નથી.’જો ૨૦૧૭માં મુન્નાભાઈ સિરીઝનું કામ આગળ વધે અને શૂટિંગ પણ શરૂ થાય તો પણ સ્વાભાવિક રીતે એ ફિલ્મ ૨૦૧૮ પહેલાં રિલીઝ નહીં થઈ શકે.