વિવેક ઓબેરૉયને ધમકી મળ્યા બાદ મુંબઈ પોલીસે વધારી સુરક્ષા, આ છે કારણ

23 May, 2019 12:23 PM IST  |  મુંબઈ

વિવેક ઓબેરૉયને ધમકી મળ્યા બાદ મુંબઈ પોલીસે વધારી સુરક્ષા, આ છે કારણ

વિવેક ઓબરૉય

એક્ટર વિવેક ઓબેરૉય દ્વારા કેટલાક દિવસ પહેલા કરવામાં આવેલા ટ્વિટથી જે વિવાદ થયો હતો એ રોકવાનું નામ નથી લઈ રહી.  હવે વિવેક હજી એક વિવાદમાં ફસાઈ ગયા છે અને પોતાની ફિલ્મ પીએમ નરેન્દ્ર મોદીને લઈને પણ ચર્ચામાં છે તો એમના ઉપર હજી એક મુસીબત આવી ગઈ છે. વિવેકને હાલમાં જ ફોન પર ધમકીઓ પણ મળી. કહેવામાં આવી રહ્યું  છે કે આ ધમકી મળવાનું કારણ પીએમ નરેન્દ્ર મોદીની બાયોપિકમાં લીડ રોલ ભજવવાના છે.

એક્ટર વિવેક ઓબેરૉયને ફોન પર મળેલી ધમકીઓ બાદ આ વાતને ગંભીરતાથી લેતા મુંબઈ પોલીસના પ્રોટેક્શન સેલે વિવેકને સુરક્ષા આપવાનો નિર્ણય લીધે છે. હકીકતમાં, ઈન્ટેલિજેન્સના ઈનપુટ્સ બાદ વિવેકની સુરક્ષાને વધારવામાં આવી છે. વિવેકની પાસે હવે બે કોન્સ્ટેબલ તૈનાત રહેશે. આ કોન્સ્ટેબલ્સને મુંબઈ પોલીસની પ્રોટેક્શન અને સિક્યોરિટી બ્રાન્ચે ઉપબલ્ધ કરાવી છે. જૂહુ પોલીસે વિવેક ઓબેરૉયને આ સુરક્ષા પ્રદાન કરી છે.

ઉલ્લેખનીય છે કે વિવેક ઓબેરૉય ઘણા દિવસથી પોતાની ફિલ્મ પીએમ નરેન્દ્ર મોદીને લઈને ચર્ચામાં છે. આ ફિલ્મની રિલીઝ ડેટ આગળ વધારવામાં આવી હતી અને હવે ફિલ્મ 24 મે એ રિલીઝ થવા જઈ રહી છે. સરેરાશ લોકસભા ચૂંટણી પરિણામના એક દિવસ પછી રિલીઝ થશે.

આ પણ વાંચો : આ અભિનેત્રીએ નરેન્દ્ર મોદીને આપી જીતની શુભેચ્છા, લખ્યું '#ChowkidarKoolHai'

તમને જણાવી દઈએ કે વિવેક હાલમાં જ વિવાદમાં ફસાઈ ગયા હતા અને જ્યારે એમણે એક્ઝિટ પોલ અને બૉલીવુડ સેલેબ્સને લઈને બનાવવામાં આવેલા મીમ્સ ટ્વિટર પર શૅર કરવામાં આવી હતી. આ મીમ્સમાં સલમાન ખાન, ઐશ્વર્યા રાય બચ્ચન, અભિષેક બચ્ચન, આરાધ્યા બચ્ચન સહિત વિવેકની તસવીરોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ મામલામાં રાષ્ટ્રીય મહિલા આયોગ (NCW)એ સંમતિ લેતા વિવેક ઓબેરોયે નોટિસ મોકલી અને જવાબ મોકલ્યો હતો.

vivek oberoi narendra modi bollywood news mumbai police