હૃતિકે સફળતા માટે પોતાની પર્સનલ ટીમનો આભાર વ્યક્ત કર્યો

25 January, 2020 03:28 PM IST  |  Mumbai

હૃતિકે સફળતા માટે પોતાની પર્સનલ ટીમનો આભાર વ્યક્ત કર્યો

હૃતિક રોશને તેની પર્સનલ ટીમનો આભાર વ્યક્ત કર્યો

હૃતિક રોશને તેની પર્સનલ ટીમનો આભાર વ્યક્ત કર્યો છે. તેની ટીમમાં સ્ટાઇલિસ્ટ, જિમ કૉચ, મેકઅપ આર્ટિસ્ટ અને પર્સનલ બૉડીગાર્ડ સામેલ છે. ૨૦૧૯માં તેની ટાઇગર શ્રોફ સાથે ‘વૉર’ રિલીઝ થઈ હતી. પોતાની પર્સનલ ટીમ સાથેનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને હૃતિક રોશને કૅપ્શન આપી હતી કે ‘હું ખૂબ દૂરનું જોઈ શકું છું કારણ કે હું મારી શક્તિશાળી ટીમનાં ખભા પર ઊભો છું. તેઓ દરેક વ્યક્તિ સુપર સ્ટાર છે. મારી સામાન્ય બાબતોમાં ખાસ ધ્યાન આપીને એને સ્પેશ્યલ બનાવવા માટે તમારા સૌનો આભાર. આ સૌથી બેસ્ટ ટીમ છે.’

hrithik roshan bollywood news