90ના દાયકાના ફેમસ વિલન મહેશ આનંદનુ અવસાન

10 February, 2019 08:25 AM IST  |  મુંબઈ

90ના દાયકાના ફેમસ વિલન મહેશ આનંદનુ અવસાન

મહેશ આનંદ

બૉલીવુડમાં ૯૦ના દાયકામાં અનેક ફિલ્મોમાં વિલનનું પાત્ર ભજવનાર મહેશ આનંદનું તેમના અંધેરીના ઘરમાં અવસાન થયું છે. ૫૭ વર્ષના મહેશ છેલ્લાં ઘણાં વર્ષોથી એકલા રહેતા હતા. એવું કહેવામાં આવે છે કે તેમનું મૃત્યુ બે દિવસ પહેલાં જ થયું હતું. તેમના નિધનનું ચોક્કસ કારણ અને સમય જાણવા માટે તેમના મૃતદેહને કૂપર હૉસ્પિટલમાં ઑટૉપ્સી માટે મોકલવામાં આવ્યો છે. મહેશ આનંદની ફિલ્મોની વાત કરીએ તો તેમણે અમિતાભ બચ્ચન સાથે ‘ગંગા જમુના સરસ્વતી’ અને ‘શહેનશાહ’માં કામ કર્યું હતું. સંજય દત્ત સાથે ‘થાનેદાર’માં તો ગોવિંદા સાથે ‘કૂલી નંબર ૧’માં પણ કામ કર્યું હતું. મહેશ આનંદની છેલ્લી ફિલ્મ હાલમાં રિલીઝ થયેલી ‘રંગીલા રાજા’ હતી.

versova andheri mumbai news