તૃપ્તિને કદી મળ્યો પણ નથી : મુકેશ ભટ્ટ

28 December, 2023 07:10 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

‘આશિકી 3’માં તે લીડ રોલમાં હોવાની અફવાને તેણે ફગાવી દીધી

તૃપ્તિ ડિમરી, મુકેશ ભટ્ટે

‘આશિકી 3’ને લઈને છાશવારે કોઈને કોઈ અફવા ઊડતી રહે છે. આ ફિલ્મમાં કાર્તિક આર્યન નક્કી છે. હવે તેની સાથે આશિકી કોણ કરશે એને લઈને અનેક ઍક્ટ્રેસિસનાં નામ પર ચર્ચા ચાલતી રહે છે. આ ફિલ્મને મુકેશ ભટ્ટ પ્રોડ્યુસ અને અનુરાગ બાસુ ડિરેક્ટ કરશે. ફિલ્મમાં તૃપ્તિ ડિમરીને લેવામાં આવી છે એ અફવા પર રોષે ભરાતાં મુકેશ ભટ્ટે કહ્યું કે ‘રબિશ! આ તદ્દન ખોટું છે. મેં પહેલેથી જ ચોખવટ કરી રાખી છે કે જ્યાં સુધી સ્ક્રિપ્ટ તૈયાર નહીં થાય અને મ્યુઝિક નહીં બને ત્યાં સુધી કોઈને કાસ્ટ કરવામાં નહીં આવે. જોકે દરેક અમારી આ પૉપ્યુલર ફ્રૅન્ચાઇઝીને લઈને નામ કમાવા માગે છે. આ અસ્વીકાર્ય છે. હું તો એ લેડીને મળ્યો પણ નથી. માત્ર કાર્તિક આર્યનનું નામ જ ફાઇનલ થયું છે. કાર્તિક અને ફિલ્મનું મ્યુઝિક ‘આશિકી 3’ના સ્ટાર છે. એથી જ્યારે મ્યુઝિક બની જશે ત્યારે આગળનું કામ કરવામાં આવશે.’

entertainment news bollywood news bollywood gossips bollywood buzz mukesh bhatt