હૅપી ન્યુ યર સાથે બતાડવામાં આવશે એમ.એસ. ધોનીનું ટ્રેલર

15 October, 2014 03:55 AM IST  | 

હૅપી ન્યુ યર સાથે બતાડવામાં આવશે એમ.એસ. ધોનીનું ટ્રેલર


દિવાળીનો તહેવાર હોવાને કારણે ફિલ્મમેકરો પોતાની આગામી ફિલ્મોનાં ટ્રેલર લૉન્ચ કરવાના જુદા-જુદા પેંતરા અજમાવી રહ્યા છે. એવામાં ભારતીય ક્રિકેટર મહેન્દ્ર સિંહ ધોનીના જીવન પર બની રહેલી ફિલ્મ ‘એમ.એસ. ધોની - ધ અનટોલ્ડ સ્ટોરી’ના ટ્રેલરને ‘હેપી ન્યુ યર’ સાથે બતાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ‘હૅપી ન્યુ યર’ની રિલીઝ સાથે આ ફિલ્મ ઉપરાંત બીજી ત્રણ ફિલ્મોનાં ટ્રેલર બતાવવામાં આવશે જેમાં અજય દેવગનની ‘ઍક્શન જૅક્સન’, દિબાકર બૅનરજીની ફિલ્મ ‘ડિટેક્ટિવ બ્યોમકેશ બક્ષી’ અને આમિરની ‘Pk’નો સમાવેશ છે. આટલી ફિલ્મોનાં ટ્રેલર એકસાથે રિલીઝ થતાં હોવાને કારણે કઈ ફિલ્મ લોકોને વધુ આકર્ષિત કરવામાં સફળ થાય છે એ તો આવનારા સમયમાં જ ખબર પડશે.