પ્રસિદ્ધ ફિલ્મકાર મૃણાલ સેનનું નિધન

30 December, 2018 02:26 PM IST  | 

પ્રસિદ્ધ ફિલ્મકાર મૃણાલ સેનનું નિધન

મૃણાલ સેનનું 95 વર્ષે નિધન

પ્રસિદ્ધ ફિલ્મ ડિરેક્ટર અને પ્રોડ્યુસર મૃણાલ સેનનું આજે કોલકાતાના ભવાનીપુર ખાતે તેમના નિવાસસ્થાને નિધન થયું છે. તે હ્રદય રોગથી પીડિત હતા. તેમની ઉંમર 95 વર્ષની હતી. મૃણાલ શેનને દાદા સાહેબ ફાળકે એવોર્ડ અને પદ્મભૂષણ પુરસ્કારની સમ્માનિત કરાયા હતા. તેમના નિધન પર ફિલ્મ જગતમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે.

14 મે,1923ના ફરીદાબાદમાં જન્મેલા મૃણાલ સેને તેમનું પ્રારંભિક શિક્ષણ ફરીદાબાદથી જ પૂરુ કર્યું હતું. ત્યારબાદ તેમણે કોલકાતાની પ્રખ્યાત સ્કાટિશ ચર્ચ કોલેજથી શિક્ષણ મેળવ્યું હતું. આ સમય દરમિયાન તે કોમ્યુનિસ્ટ પાર્ટી દ્વારા આયોજીત સાંસ્કૃતિક કાર્યોક્રમોમાં ભાગ લેતા હતાં. જો કે તે આ પાર્ટીના સભ્ય ન હતાં પરંતુ ફિલ્મો પ્રતિ તેમનો રસ અહી જ જાગ્યો હતો. મૃણાલના આ જ રસના કારણે તેમનું નામ ભારતીય ઈતિહાસના એક જાણીતા અને મહાન ડાયરેક્ટર, પ્રોડ્યુસર તરીકે ઓળખવામાં આવે છે. મૃણાલ સેને ભારતીય ફિલ્મોમાં તેમની મહત્તમ ફિલ્મો બાંગ્લા ભાષા કરી છે

મૃણાલ સેનનું નામ ભારતીય સિનેમા જગતમાં એક એવા ફિલ્મકાર તરીકે ગણવામાં આવતા હતા જેમણે તેમની ફિલ્મો દ્વારા ભારતીય સિનેમાને આંતરરાષ્ટ્રિય સ્તરે ઓળખાણ કરાવી હતી.