'Mom' Box Office : ચીનમાં બીજા દિવસે કરી રેકોર્ડ કમાણી

12 May, 2019 07:02 PM IST  | 

'Mom' Box Office : ચીનમાં બીજા દિવસે કરી રેકોર્ડ કમાણી

શ્રીદેવી (ફાઇલ ફોટો)

ગત વર્ષે દુબઇના એક હોટેલમાં બાથટબમાં પડી જવાથી મૃત્યુ પામનાર લોકપ્રિય અભિનેત્રી શ્રીદેવીની છેલ્લી ફિલ્મ ‘મૉમ’ ચીનના બૉક્સ ઑફિસ પર બે દિવસમાં 27 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી લીધી છે.

‘મૉમ’ એ ચીનમાં બે દિવસમાં 3.86 મિલિયન ડૉલરની કમાણી કરી

રવિ ઉદ્યાવર નિર્દેશિત ફિલ્મ મૉમે ચીનના બૉક્સ ઑફિસ પર પોતાની રિલીઝના બીજા દિવસે 2.18 મિલિયન ડૉલરનું કલેક્શન કર્યું. ફિલ્મે બે દિવસમાં 3.86 મિલિયન ડૉલર એટલે કે 27 કરોડ 1 લાખ રૂપિયાનું કલેક્શન મળ્યું છે. ફિલ્મને પહેલા દિવસે 1.64 મિલિયન ડૉલર એટલે કે 11 કરોડ 47 લાખ રુપિયાનું કલેક્શન મળ્યું હતું. મૉમે ચીનમાં ચોથા નંબરની ઓપનિંગ સાથે શરૂઆત કરી જે તાજેતરની અંધાધૂનની કમાણી કરતાં તુલનાત્મક રીતે વધારે છે. મૉમ, ફીમેલ લીડ રૂપે બોલીવુડની ફિલ્મોની લિસ્ટમાં રાની મુખર્જીની ફિલ્મ હિચકી કરતાં સારી કમાણી કરી રહી છે.

‘મોમ’ શ્રીદેવીની કારકિર્દીની 300મી ફિલ્મ

પોતાના નામ પ્રમાણે આ એક માતાની આસપાસ ફરતી ફિલ્મ છે. એવી માતા, જેની દીકરી સાથે એક અકસ્માત થાય છે અને તે ન્યાય મેળવવા માટે તે માતા પોતાનો રસ્તો પસંદ કરે છે. દીકરી સાથે રૅપ કરનારાઓને તે ખૂબ જ ચાલાકીથી મારી નાંખે છે. આ શ્રીદેવીની કારકિર્દીની 300મી ફિલ્મ હતી. જોકે ફિલ્મ ઝીરોમાં તેની ઝલક જોવા મળી હતી. ફિલ્મ મૉમમાં પાકિસ્તાની કલાકાર સજલ અલીએ તેની દીકરીનું પાત્ર ભજવ્યું હતું.

આ પણ વાંચો : મધર્સ ડેના દિવસે માતા સાથે સેલિબ્રિટીઝની યાદગાર પળો, જુઓ તસવીરો

અક્ષય ખન્ના એક જુદા જ અંદાજમાં જોવા મળ્યો હતો. તો નવાઝુદ્દીન સિદ્દિકી પોતાના લૂક સાથે મુખ્ય પાત્રમાં છે. લગભગ 35 કરોડ રૂપિયામાં બનેલી આ ફિલ્મને ભારતમાં પહેલા દિવસે 2 કરોડ 50 લાખ રૂપિયાનું કલેક્શન મળ્યું હતું.

sridevi bollywood events bollywood bollywood news