મોહિત સાથે કોઈ મતભેદ નથી, તે હજી આશિકી ૩નો ભાગ છે : મહેશ ભટ્ટ

11 December, 2015 05:09 AM IST  | 

મોહિત સાથે કોઈ મતભેદ નથી, તે હજી આશિકી ૩નો ભાગ છે : મહેશ ભટ્ટ


અગાઉ એવી વાતો ચાલી રહી હતી કે ‘આશિકી ૨’ની ફીને લઈને મોહિત અને મહેશ ભટ્ટ વચ્ચે મતભેદ થયા હતા અને એ સમયે મોહિતે ફરી કોઈ દિવસ ભટ્ટ કૅમ્પ સાથે કામ ન કરવાનો નિર્ણય લીધો હતો. તેમ છતાં મહેશ ભટ્ટે તેને ‘આશિકી ૩’ની ઑફર આપી હતી અને મોહિતને ફી ઓછી પડતાં તેણે ના પાડી દીધી હતી. આ વિશે પૂછતાં મહેશ ભટ્ટે કહ્યું હતું કે ‘આ સમાચાર એકદમ ખોટા છે. આમાં કોઈ સત્ય નથી. તે ‘આશિકી ૩’નો જ ભાગ છે અને આ ફિલ્મનું કામ ચાલી રહ્યું છે.’