રિયલ લાઇફ પાત્રને કારણે જવાબદારી વધી જાય છે : મોહિત રૈના

20 March, 2020 02:29 PM IST  |  Mumbai | Agencies

રિયલ લાઇફ પાત્રને કારણે જવાબદારી વધી જાય છે : મોહિત રૈના

મોહિત રૈના

વેબ-સિરીઝ ‘ભૌકાલ’માં રિયલ લાઇફ પોલીસનું પાત્ર ભજવતા મોહિત રૈનાનું માનવું છે કે આવાં પાત્ર ભજવવાથી જવાબદારી અનેકગણી વધી જાય છે. આ શોમાં તે નવીન સિકેરાની ભૂમિકામાં છે. પોતાના પાત્ર પર પ્રકાશ પાડતાં મોહિતે કહ્યું હતું કે ‘સત્ય ઘટના પર આધારિત આ શોનો વિષય રૉ અને રસ્ટી છે. આ એક રિયલ લાઇફ આઇપીએસ ઑફિસર જે ઉત્તર પ્રદેશ પોલીસ દળમાં અગત્યની પોઝિશન ધરાવે છે તેમના પર આધારિત છે. આ બે હજારના દાયકાની વાત છે જ્યારે ઉત્તર પ્રદેશનાં અનેક સ્થાનો ઉપરાંત મુઝફ્ફરનગરમાં પણ પૂરી રીતે અપરાધ પર અંકુશ લાવવાનું કામ તેમણે કર્યું હતું. એ વખતે દેશમાં એ અપરાધોની રાજધાની તરીકે ઓળખાતી હતી. એની સ્ટોરી તેમના જીવનને દેખાડશે. તેઓ ખાસ્સા પ્રખ્યાત છે. તેમણે પોલીસ ફોર્સની વ્યાખ્યા જ બદલી કાઢી હતી. ‘ભૌકાલ’ દસ એપિસોડની સિરીઝ છે અને હું તેમનું પાત્ર ભજવી રહ્યો છું.’

પાત્રને લઈને વધી ગયેલી જવાબદારી વિશે મોહિતે કહ્યું હતું કે ‘આવા પાત્રથી જવાબદારી વધી જાય છે, કારણ કે તમે એવી વ્યક્તિનું પાત્ર ભજવો છો જે હજી પણ ફરજ બજાવી રહી છે.’

mohit raina web series entertainment news