વાઇફના બેબી શાવરમાં ખૂબ ધમાલ મચાવી મોહિત મલિકે

26 February, 2021 01:06 PM IST  |  Mumbai | Mumbai correspondent

વાઇફના બેબી શાવરમાં ખૂબ ધમાલ મચાવી મોહિત મલિકે

વાઇફના બેબી શાવરમાં ખૂબ ધમાલ મચાવી મોહિત મલિકે

‘કુલ્ફીકુમાર બાજેવાલા’ના મોહિત મલિકે તેની વાઇફ અદિતિ મલિકના બેબી શાવરને ખૂબ એન્જૉય કર્યું હતું. બેબી શાવર બાદ મોહિતે ખૂબ ડાન્સ પણ કર્યો હતો. એનો વિડિયો તેણે ઇન્સ્ટાસ્ટોરી પર પણ શૅર કર્યો હતો. આ ફંક્શનમાં ફૅમિલી અને ફ્રેન્ડ્સ મોહિત અને અદિતિને શુભેચ્છા આપવા પહોંચ્યા હતા. મહારાષ્ટ્ર‌િયન સ્ટાઇલમાં આ રસમ કરવામાં આવી હતી. બન્નેએ મરાઠી સ્ટાઇલનાં જ કપડાં પહેર્યાં હતાં. અદિતિના ચહેરા પર પ્રેગ્નન્સી ગ્લો સ્પષ્ટ છલકતો હતો. આ ફંક્શનના કેટલાક ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને મોહિતે કૅપ્શન આપી હતી કે ‘નવરી આલી. કૉન્ગ્રેચ્યુલેશન્સ માય લવ.’

bollywood bollywood news entertainment news television news