'રેડી'માં કામ કરી ચૂકેલા 'છોટે અમર ચૌધરી' ઉર્ફે મોહિત બઘેલનું નિધન

23 May, 2020 06:26 PM IST  |  Mumbai Desk | Gujarati Mid-day Online Correspondent

'રેડી'માં કામ કરી ચૂકેલા 'છોટે અમર ચૌધરી' ઉર્ફે મોહિત બઘેલનું નિધન

મોહિત બઘેલ

બોલીવુડના યંગ કૉમેડી એક્ટર મોહિત બઘેલે વિશ્વને અલવિદા કહી દીધું છે. મોહિત 27 વર્ષના હતો અને તેને કેન્સર હતું. તેણે પોતાના હોમટાઉન મથુરામાં અંતિમશ્વાસ લીધા. ગઈ કાલે રાતે મોહિતની તબિયત બગડી, જેના પછી તેને હૉસ્પિટલ લઈ જવામાં આવ્યા અને પછી તેણે વિશ્વને અલવિદા કહી દીધું.

સલમાન ખાન સાથે કર્યું હતું કામ
મોહિત બઘેલ સલમાન ખાનની ફિલ્મ રેડીમાં અમર ચૌધરીના પાત્રમાં જોવા મળ્યો હતો. આ સિવાય તેણે સલમાન સાથે ફિલ્મ જય હોમાં પણ કામ કર્યું. મિલન ટૉકિઝ, જબરિયા જોડી અને ડ્રીમ ગર્લ તથા અન્ય કેટલીક ફિલ્મમાં તેણે કામ કર્યું હતું. કેટલાક સમય પહેલા મોહિત બઘેલને સૈફ અલી ખાન અને રાની મુખર્જીની આગામી ફિલ્મ બંટી ઔર બબલી 2ની શૂટિંગ પૂરી કરી હતી.

મિત્રએ જણાવ્યું કે કેવો હતો મોહિત
મોહિકના મિત્ર અને એક્ટ્રેસ વિવિધા કીર્તિએ તેના નિધનના સમાચારની પુષ્ટિ કરી છે. વિવિધે કહ્યું, "મોહિત ઘણાં સમયથી કેન્સરથી પીડિત હતો અને તે હવે દુનિયા છોડી દીધી છે. જે જીવનને એન્જૉય કરનારામાંનો એક હતો. બધાંની જાન હતો. તે ઇન્ડસ્ટ્રીમાં મારો સૌથી સારા મિત્રોમાંનો એક હતો. મને ખૂબ જ દુઃખ થયું છે."

ફિલ્મ ડ્રીમ ગર્લના ડાયરેક્ટરે વ્યક્ત કર્યું દુઃખ
આયુષ્માન ખુરાનાની ફિલ્મ ડ્રીમ ગર્લના ડાયરેક્ટરે પણ મોહિત માટે સોશિયલ મીડિયા પર પોસ્ટ લખી. તેમણે લખ્યું કે, "મોહિત આ તે સારું નથી કર્યું... આ ખૂબ જ વધારે ખોટી વાત છે...આટલી ઉતાવળ શું કામ કરી જવાની?... મેં તને કહ્યું હતું જો તારી માટે આખી ઇન્ડસ્ટ્રી અટકી ગઈ છે સાજો થઈને આવી જા પછી બધાં સાથે કામ શરૂ કરશું... મને ખબર છે તું ખૂબ જ સારી એક્ટિંગ કરે છે...એટલે આગામી ફિલ્મના સેટ પર તારી રાહ જોઇશ... અને તારે આવવું જ પડશે... ભગવાન તારી આત્માની શાંતિ આપે...ઓમ સાઈ રામ."

ઉલ્લેખનીય છે કે મોહિતે 12 વર્ષ પહેલા એન્ટરટેઇન્મેન્ટ ઇન્ડસ્ટ્રીમાં કામ ચાઇલ્ડ કૉમેડી આર્ટિસ્ટ તરીકે શરૂ કર્યું હતું. તે સૌથી પહેલા કલર્સના ટીવી શૉ છોટે મિયાંમાં જોવા મળ્યો હતો. આ સિવાય તેણે સોની ટીવીના પેશવા બાજીરાવમાં પણ કામ કર્યું છે.

bollywood bollywood news bollywood gossips Salman Khan