ઓ રોમિયોના સ્પેશ્યલ સ્ક્રીનિંગમાં શાહિદ કપૂર હાજર રહ્યો રિયલ લાઇફ જુલિયટ સાથે

14 February, 2026 04:06 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ફિલ્મની રિલીઝ પહેલાં ગુરુવારે રાતે એનું સ્પેશ્યલ સ્ક્રીનિંગ યોજાયું હતું. આ સ્ક્રીનિંગમાં ફિલ્મનાં સ્ટાર્સ શાહિદ કપૂર, તૃપ્તિ ડિમરી, અવિનાશ તિવારી તેમ જ અન્ય સેલિબ્રિટીઝ હાજર હતી.

ઓ રોમિયોના સ્પેશ્યલ સ્ક્રીનિંગમાં શાહિદ કપૂર હાજર રહ્યો રિયલ લાઇફ જુલિયટ સાથે

શાહિદ કપૂરને લીડ રોલમાં ચમકાવતી ડિરેક્ટર વિશાલ ભારદ્વાજની ‘ઓ રોમિયો’ શુક્રવારે રિલીઝ થઈ છે. ફિલ્મની રિલીઝ પહેલાં ગુરુવારે રાતે એનું સ્પેશ્યલ સ્ક્રીનિંગ યોજાયું હતું. આ સ્ક્રીનિંગમાં ફિલ્મનાં સ્ટાર્સ શાહિદ કપૂર, તૃપ્તિ ડિમરી, અવિનાશ તિવારી તેમ જ અન્ય સેલિબ્રિટીઝ હાજર હતી. આ સ્ક્રીનિંગમાં તૃપ્તિ બ્લૅક બૉસ લેડી લુકમાં બહુ સુંદર લાગી રહી હતી, પણ શાહિદની પત્ની મીરા રાજપૂત તેના આઉટફિટને કારણે આકર્ષણનું કેન્દ્ર બની હતી. આ સ્પેશ્યલ સ્ક્રીનિંગમાં મીરાએ ‘જુલિયટ’ લખેલું ટી-શર્ટ પહેર્યું હતું અને તેનો લુક ક્યુટ અને રોમૅન્ટિક હતો.

યાદ રાખજે તું છે... અને જેવો છે એ જ રીતે ખાસ છે 

‘ઓ રોમિયો’ની રિલીઝ વખતે શાહિદની પત્ની મીરા રાજપૂતે સોશ્યલ મીડિયા પર પતિ સાથેની કેટલીક તસવીરો શૅર કરીને ઇમોશનલ નોંધ લખી છે. મીરાએ પોતાની પોસ્ટમાં લખ્યું છે, ‘મારા રોમિયો, જ્યારે તે પૂછે કે ‘હું છું કે નહીં?’...  ત્યારે યાદ રાખજે તું છે અને જેવો છે એ જ રીતે ખાસ છે. તું ક્યારેય હાર માનતો નથી. તારી આંખો ઘણું કહી જાય છે અને તારું દિલ દરેક દુઃખ પછી ફરી જોડાઈ જાય છે. હવે ચમકવાનો સમય આવી ગયો છે. ‘શાનદાર’ કહેવું પણ ઓછું છે. મને તારા પર ગર્વ છે. ‘ઓ રોમિયો’ હવે સિનેમાઘરોમાં.’

mira rajput shahid kapoor tripti dimri vishal bhardwaj o romeo bollywood buzz bollywood news bollywood bollywood gossips entertainment news