શાહિદ પર પત્ની મીરાને છે ગર્વ, કબીર સિંહ જોઈ લખી આ શાયરી

21 June, 2019 06:20 PM IST  |  મુંબઈ

શાહિદ પર પત્ની મીરાને છે ગર્વ, કબીર સિંહ જોઈ લખી આ શાયરી

શાહિદ પર પત્ની મીરાને છે ગર્વ

શાહિદ કપૂર (Shahid Kapoor)ની ફિલ્મ કબીર સિંહ(Kabir Singh) આજે રીલિઝ થઈ છે. ફિલ્મ જોયા બાદ શાહિદની પત્ની મીરા રાજપૂતની પ્રતીક્રિયા પણ સામે આવી છે. મીરાએ શાહિદનો એક ફોટો શેર કરતા લખ્યું કે તેમને પોતાના પતિ પર ગર્વ છે.


મીરા કપૂરે પોતાના ઈન્સ્ટાગ્રામ પર 'કબીર સિંહ'નો એક ફોટો શેર કરતા મીરાએ કેપ્શનમાં લખ્યું કે, આ ઝમાને આજમાલે, રૂઠતા નહીં...ફાસલો સે હોંસલા તૂટતા નહીં. મને તમારા પર ગર્વ છે. બેબી, હવે તમારો શાઈન કરવાનો સમય છે.

અનેક બોલીવુડ સેલેબ્સે કબીર સિંહની પ્રશંસા કરી છે. ફિલ્મ જોયા બાદ કરણ જોહરે ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી જેમાં શાહિદ અને કિયારાનો ફોટો નજર આવી રહ્યો છે. ફોટોની સાથે કરણે લખ્યું શાનદાર ફિલ્મ, આ ફિલ્મ મોટી હિટ થવાની છે.

shahid kapoor mira rajput