ના-ના કરીનેય બિકિની તો પહેરી જ

24 August, 2012 06:42 AM IST  | 

ના-ના કરીનેય બિકિની તો પહેરી જ

આમ તો બિકિની પહેરવાનું મિનિષા લામ્બા માટે કંઈ નવું નથી. ‘કિડનૅપ’ ફિલ્મ માટે તેણે ટૂ-પીસ પહેયાર઼્ જ હતાં. જોકે તાજેતરમાં એક મૅગેઝિન માટે બિકિની પહેરવા માટે તે તૈયાર થયેલી ને છેલ્લી ઘડીએ આનાકાની કરવા લાગી હતી.

શૂટિંગ પહેલાં જ મૅગેઝિન દ્વારા તેને લખાણમાં આખાય કૉન્સેપ્ટનું બ્રીફિંગ કરી દેવામાં આવ્યું હતું. જોકે જ્યારે શૂટ શરૂ થયું ત્યારે મિનિષાને લાગ્યું કે તેને જે કહેવામાં આવ્યું હતું તે આવું નહોતું. છેક શૂટિંગ શરૂ થવાનું હતું ત્યારે તેને લાગ્યું કે તેને સમજાવવામાં આવેલો કૉન્સેપ્ટ અને તેણે જે પહેરવાનું હતું એમાં ઘણો જ તફાવત હતો એટલે તેણે શૂટિંગ કરવાની જ ના પાડી દીધી. એવું જાણવા મળ્યું હતું કે મૅગેઝિનના ક્રૂ-મેમ્બર્સે મિનિષાને મનાવતાં પૂરા બે કલાક લાગ્યા હતા. જોકે પૂરી વાતચીત પછી તે શૂટિંગ કરવા રાજી થઈ ગઈ હતી. શૂટ દરમ્યાન પણ તે અનકમ્ફર્ટેબલ હતી.

જ્યારે મિનિષાને આ વિશે પૂછવામાં આવ્યું તો તેણે તો તરત નન્નો ભણી દીધો ને કહ્યું કે ‘આવું કંઈ જ બન્યું નહોતું. ઇનફૅક્ટ, મને તો કામ કરવાની ખૂબ મજા આવી.’