મિનિશા લાંબા અને સાયમન્ડ્સ વચ્ચે કંઈક રંધાઈ રહ્યું છે

30 January, 2013 03:24 AM IST  | 

મિનિશા લાંબા અને સાયમન્ડ્સ વચ્ચે કંઈક રંધાઈ રહ્યું છે


એ બન્ને એક-બે વાર નહીં, અનેક વાર શહેરની વિવિધ જગ્યાઓએ સાથે ફરતાં જોવા મળ્યાં છે. ગયા શુક્રવારે રાતે મિનિશા લાંબાની બર્થ-ડે પાર્ટીમાં કેટલાક ક્લોઝ ફ્રેન્ડ્સની સાથે ઍન્ડ્ર્યુ પણ વહેલી સવાર સુધી હતો. શનિવારે ફરીથી તેઓ પરાની એક હોટેલમાં સાથે પાર્ટી મનાવતાં જોવા મળ્યાં હતાં, આ પાર્ટી બીજા દિવસની સવાર સુધી ચાલી હતી.

તેમને ઘનિષ્ઠ રીતે જાણતી એક વ્યક્તિનું કહેવું છે કે આ બન્ને એકાદ વરસથીયે વધુ સમયથી ક્લોઝ ફ્રેન્ડ્સ છે. બન્નેનો કૉમન ફ્રેન્ડ હર્મન બાવેજા છે.

થોડાક સમય પહેલાં મિનિશા અને ઍન્ડ્ર્યુ પરાની હોટેલમાં સાથે જમતાં જોવા મળ્યાં હતાં. બન્ને એકમેકની કંપનીમાં ઘણા કમ્ફર્ટેબલ હતાં. મિનિશા સતત હસતી અને વાતો કરતી જણાતી હતી. બન્ને સાથે એક ફિલ્મ જોવા પણ ગયેલાં.