15 April, 2026 09:48 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પત્ની સાથે બાબા મહાકાલનાં દર્શન કર્યાં મિલિંદ સોમણે
ગઈ કાલે મૉડલ-ઍક્ટર મિલિંદ સોમણ અને તેની પત્ની અંકિતા કોનવાર ઉજ્જૈનમાં આવેલા મહાકાલેશ્વર મંદિરમાં બાબા મહાકાલનાં દર્શન માટે પહોંચ્યાં હતાં. રિપોર્ટ અનુસાર મિલિંદ અને અંકિતાએ મંદિર ખાતે પવિત્ર ભસ્મ આરતીમાં ભાગ લીધો હતો. આ સમયે દંપતીએ ભગવાન મહાકાલના આશીર્વાદ લીધા અને શાંતિપૂર્ણ ધાર્મિક વાતાવરણમાં સમય વિતાવ્યો હતો.
મહાકાલનાં દર્શન કર્યા બાદ અભિનેતા મિલિંદ સોમણે પોતાની લાગણી વ્યક્ત કરતાં કહ્યું હતું કે ‘અહીં આવવાનો મોકો મળવો ખરેખર આનંદની વાત છે અને અહીં આવીને મનને ખૂબ શાંતિ મળી છે. અમે ઘણા સમયથી મહાકાલેશ્વર મંદિરે આવવાની ઇચ્છા રાખતાં હતાં. વર્ષોથી અમારી આ ઇચ્છા હતી, પરંતુ એવું કહેવામાં આવે છે કે જ્યાં સુધી ભગવાન ન બોલાવે ત્યાં સુધી કોઈ આવી શકતું નથી. હવે અમને એવું લાગે છે કે ભગવાનનું કહેણ આવ્યું છે.’