30 May, 2021 11:28 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મિકા સિંહ
સલમાન ખાને કરેલા માનહાનિના દાવા બાદ મિકા સિંહ હવે ‘કેઆરકે કુત્તા’ ગીત બનાવશે. કેઆરકેએ તાજેતરમાં ‘રાધે : યૉર મોસ્ટ વૉન્ટેડ ભાઈ’નો ખરાબ રિવ્યુ આપ્યો હતો. સલમાનની ટીમે ચોખવટ કરી હતી કે કેઆરકે સલમાનની છબિ ખરડવાનો અને તેની બ્રૅન્ડ ‘બીઇંગ હ્યુમન’ પર પણ આરોપ કર્યા હતા. એને જોતાં આ કેસ કરવામાં આવ્યો છે. હવે સલમાનનો પક્ષ લેતાં મિકા સિંહે કહ્યું કે ‘કેઆરકે ગધેડો છે. સલમાન ખાને તો ઘણા સમય પહેલાં જ તેના પર કેસ કરવો જોઈતો હતો. કેઆરકે જાણીજોઈને આવાં વાંધાજનક નિવેદનો આપીને લોકોનું ધ્યાન ખેંચવા માગે છે, જેથી તેને પબ્લિસિટી મળી શકે. તે વ્યક્તિગત પ્રહાર કરે છે. તે ફૅમિલી-મેમ્બર્સ પર પણ ટિપ્પણી કરવાનું શરૂ કરે છે. આ ખોટું છે. તે બકવાસ કરે છે. લોકોને ગાળ દે છે. તે લોકોને કંઈ પણ કહે છે. આખી ઇન્ડસ્ટ્રી આ મામલે મૌન છે. કોઈએ તો તેને જડબાતોડ જવાબ આપવો જોઈએ. મને લાગે છે કે કેઆરકેને મારું બનાવેલું ગીત ગમશે. તેને પૉપ્યુલરિટી મળશે અને હું તેને સુપરપૉપ્યુલર બનાવીશ. મારા ગીત દ્વારા હું તેને બરોબરનો જવાબ આપીશ. ગીતનું ટાઇટલ રહેશે ‘કેઆરકે કુત્તા.’ ગીતને તોશી સાબરી મ્યુઝિક આપશે.’
વિવાદ ઊભો થશે તો? એના જવાબમાં મિકાએ કહ્યું કે ‘મારા ગીત દ્વારા હું કોઈ વિવાદ ઊભો નહીં કરું. આ તો માત્ર કેઆરકેને રિપ્લાય રહેશે. હું સોશ્યલ મીડિયામાં કોઈ ખરાબ વર્તન કરીને વિવાદમાં નથી ઊતરવા માગતો. એ સારુ નહીં દેખાય. મને લોકોને મનોરંજન આપવું છે અને કેઆરકેને ફેમસ કરવો છે. એનાથી તે ખુશ થશે.’