09 May, 2024 06:08 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અલિયા ભટ્ટની તસવીર
જગતમાં ફૅશનની બિગેસ્ટ નાઇટ તરીકે ઓળખાતી ન્યુયૉર્કના મૅનહટનની મેટ ગાલા ઇવેન્ટમાં આલિયા ભટ્ટનો ‘નઝર કા કાલા ટીકા’ ચર્ચાનો વિષય બન્યો છે. તેણે ડિઝાઇનર સબ્યસાચી મુખરજી દ્વારા ડિઝાઇન કરવામાં આવેલી સાડી પહેરીને આ ઇવેન્ટમાં હાજરી આપી હતી. તેની સાડી અને લુક બન્ને આકર્ષણનું કેન્દ્ર બન્યાં હતાં. જોકે તેના કાનની પાછળ તેણે જે કાળો ટીકો કર્યો હતો એના પર સૌની નજર ગઈ હતી. તે મુંબઈ આવી ગઈ છે, પરંતુ સોશ્યલ મીડિયા પર તેના ‘નઝર કા કાલા ટીકા’ની ખૂબ જ ચર્ચા થઈ રહી છે.
મેટ ગાલા ઇવેન્ટમાં હાજરી આપવા માટે ૭૫,૦૦૦ અમેરિકન ડૉલર એટલે કે અંદાજે ૬૩ લાખ રૂપિયાની ટિકિટ ખરીદવી પડે છે. આ કિંમત આલિયાએ ચૂકવી હશે કે પછી ડિઝાઇનર સબ્યસાચી મુખરજીએ એ એક સવાલ છે.