KBCના બચ્ચનના સુપરહિટ સંવાદોનું લેખન કર્યું છે સ્ક્રિપ્ટ-રાઇટર તેલંગે

23 September, 2012 05:33 AM IST  | 

KBCના બચ્ચનના સુપરહિટ સંવાદોનું લેખન કર્યું છે સ્ક્રિપ્ટ-રાઇટર તેલંગે



આર. ડી. તેલંગ આ શોની પહેલી સીઝનથી એની સાથે સંકળાયેલા છે અને આ સિવાય ‘અજબ પ્રેમ કી ગઝબ કહાની’ તથા ‘અજુર્ન : ધ વૉરિયર પ્રિન્સ’ જેવી ફિલ્મની પટકથા પણ લખી ચૂક્યા છે. આર. ડી. તેલંગ પર જ આ શોના દરેક એપિસોડની મજબૂત શરૂઆત અને અસરકારક અંત લખવાની જવાબદારી હોય છે.

‘કેબીસી’ એ આમ તો અમિતાભનો જ શો માનવામાં આવે છે, પણ આ શોની ત્રીજી સીઝન શાહરુખ ખાને હોસ્ટ કરી હતી. આર. ડી. તેલંગે આ બન્ને સાથે કામ કર્યું છે. આ બન્ને વચ્ચેનો તફાવત જણાવતાં આર. ડી. તેલંગ કહે છે, ‘બચ્ચનજીમાં ગંભીરતા અને હ્યુમરનું સારું કૉમ્બિનેશન છે. તેઓ ઉચ્ચાર પર બહુ ભાર મૂકે છે એ કારણે તેઓ સાવ સામાન્ય સંવાદ બોલે છે ત્યારે પણ એ બહુ અસરકારક લાગે છે. શાહરુખની સ્ટાઇલ સાવ અલગ છે. તે પોતાની મોટા ભાગની ક્ષમતાનો ઉપયોગ લોકોને હસાવવા માટે કરે છે. તે આજના યુવાનો જેવો અભિગમ ધરાવે છે.’