મમ્મીને મિસ કરવાની સાથે જ ભારત આવવા માટે આતુર છે મૌની રૉય

09 July, 2020 03:16 PM IST  |  Mumbai Desk | Mumbai correspondent

મમ્મીને મિસ કરવાની સાથે જ ભારત આવવા માટે આતુર છે મૌની રૉય

મૌની રૉય

મૌની રૉય હાલમાં તેની મમ્મીને મિસ કરી રહી છે અને ભારત આવવા માટે ઉત્સુક બની ગઈ છે. તે લૉકડાઉનને કારણે અબુ ધાબીમાં ફસાઈ ગઈ છે. તે પોતાની બાળપણની ફ્રેન્ડના ઘરે રોકાઈ છે. સાથે જ સમય પસાર કરવા માટે તે વિવિધ રેસિપીઝ બનાવતાં શીખી રહી છે. પોતાની ફૅમિલીને મિસ કરતાં મૌનીએ કહ્યું હતું કે ‘મારી ફ્રેન્ડ જેની સાથે હું મોટી થઈ હતી તેની અને તેની ફૅમિલી સાથે હું અહીં રહેવાનું એન્જૉય કરી રહી છું. આમ છતાં હું મારી મમ્મી અને ભાઈને મિસ કરી રહી છું. તેઓ વેસ્ટ બંગાળના કુચબિહારમાં રહે છે. હું ભારત આવવા માટે ઉતાવળી થઈ છું. જોકે ક્યારે પાછી ફરીશ એની તારીખ નક્કી નથી કરી.’
ઘરે રહીને કેવી રીતે સમય પસાર કરે છે એ વિશે મૌનીએ કહ્યું હતું કે ‘હું કુકિંગ શીખી રહી છું. પારંપરિક બંગાળી મીઠાઈઓ બનાવતાં શીખી રહી છું. એક સમય હતો જ્યારે મને કિચનમાં જવું નહોતું પસંદ. જોકે આજે હું કુકિંગમાં એક્સપર્ટ થઈ ગઈ છું. હું હવે બંગાળી ઈંડા કરી, બીગન પોશ્તો, ફૂલ કોપીર ડાલના અને બંગાળી સોયાબીન બનાવી શકું છું. સાથે જ હું બેકિંગ, માર્બલ કેક અને બનાના બ્રેડ પણ બનાવી શકું છું.’

bollywood bollywood news bollywood gossips mouni roy