વરુણ-નતાશા અને રિચા-અલીનાં લગ્ન લંબાવાયાં?

19 March, 2020 05:26 PM IST  |  Mumbai Desk | Mohar Basu

વરુણ-નતાશા અને રિચા-અલીનાં લગ્ન લંબાવાયાં?

વરુણ ધવન-નતાશા દલાલ અને રિચા ચઢ્ઢા-અલી ફઝલ હવે વર્ષના અંતે લગ્ન કરશે એવી ચર્ચા છે. રિચા અને અલીએ લગ્ન માટે એપ્રિલમાં પ્લાનિંગ કર્યું હતું. જોકે કોરોના વાઇરસને કારણે તેમણે લગ્ન લંબાવી દીધાં છે. વરુણ અને નતાશાનું પણ એવું જ પ્લાનિંગ છે. વરુણ પણ જૂન પહેલાં લગ્ન કરવાનો હતો, પરંતુ એની તારીખ પણ હવે લંબાવવામાં આવી છે. તેમનું થાઇલૅન્ડમાં પ્રાઇવેટ આઇલૅન્ડ પર લગ્ન કરવાનું પ્લાનિંગ હતું. જોકે કોરોના વાઇરસના સૌથી ખતરનાક દેશોમાંનો એક થાઇલૅન્ડ છે. આથી તેમણે જોધપુરમાં ડેસ્ટિનેશન વેડિંગનું પ્લાનિંગ કર્યું હતું. ત્યાર બાદ તેમણે મુંબઈમાં જ ફૅમિલી-વેડિંગ કર્યા બાદ ધામધૂમથી રિસેપ્શન આપવાનું પ્લાનિંગ કર્યું હતું. જોકે ફરી વિચાર બદલતાં તેમણે નવેમ્બરમાં લગ્ન કરવાનું નક્કી કર્યું છે અને એ પણ થાઇલૅન્ડમાં જ. અલી અને રિચા પણ દિલ્હીમાં લગ્ન કરવાનાં હતાં. તેમના ઘણા રિલેટિવ્સ અને મિત્રો યુરોપ અને અમેરિકાના હોવાથી તેમણે પણ લગ્નને લંબાવવાનો નિર્ણય લીધો હોવાની ચર્ચા છે.

varun dhawan bollywood richa chadda richa chadha ali fazal coronavirus bollywood news bollywood gossips