મનોજ બાજપાઈ ભજવશે ૬૦ વર્ષના ગે પ્રોફેસરનો રોલ

05 December, 2014 05:59 AM IST  | 

મનોજ બાજપાઈ ભજવશે ૬૦ વર્ષના ગે પ્રોફેસરનો રોલ



મનોજે આ વિશે પ્રકાશ પાડતાં જણાવ્યું હતું કે ‘હા, એ ભૂમિકા ૬૦ વર્ષના એક પ્રોફેસરની છે, જે ગે છે. અમે એ ફિલ્મનું શૂટિંગ  જાન્યુઆરીથી શરૂ કરીશું અને એ માટેની તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે.’ હંસલ મહેતા પોતાની ફિલ્મ ‘શાહિદ’ પછી લાઇમલાઇટમાં આવ્યા હતા. માનવ અધિકાર માટે લડતાં જેની હત્યા કરવામાં આવી હતી તેવા વકીલ શાહિદ આઝમીની જિંદગી પર આ ફિલ્મ આધારિત હતી.

 મનોજ સાથેની એ ફિલ્મની પ્રેરણા હંસલને અલીગઢ યુનિવર્સિટીના એક પ્રોફસર પરથી મળી છે, જેને સ્પાયકૅમ પર એક રિક્ષા ખેંચનારા સાથે સેક્સ માણતા ફિલ્માવવામાં આવ્યા હતા. તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. આ પ્રોફસર ટૂંક સમયમાં નિવૃત્ત થવાના હતા.