"મહિલાઓ કેવા ડ્રેસ પહેરે છે એ પૂછવાનો અધિકાર કોઈને નથી"

29 December, 2014 03:51 AM IST  | 

"મહિલાઓ કેવા ડ્રેસ પહેરે છે એ પૂછવાનો અધિકાર કોઈને નથી"




ઍક્ટર મનોજ બાજપાઈને ઇન્દોરમાં તેની આગામી ફિલ્મ ‘તેવર’ના પ્રમોશનમાં પહોંચ્યો ત્યારે મીડિયાએ ગોહર ખાન પર એક માણસે કરેલા હુમલાની વાતે સવાલ પૂછવામાં આવ્યો હતો અને એ સમયે મહિલાઓએ શું પહેરવું જોઈએ એ વિશે સ્પષ્ટ વાત કરતાં મનોજે કહ્યું હતું કે ‘મહિલા કેવી રીતે ડ્રેસ પહેરે છે એ પૂછવાનો અધિકાર કોઈને નથી. મહિલાને તેના ડ્રેસ પહેરવા બાબતે કોઈ લાફો મારે એ સાંખી શકાય નહીં અને આવા લોકોને તો સખત રીતે દંડિત કરવા જોઈએ.’

ફિલ્મો સમાજનો અરીસો છે, પણ ફિલ્મોનું કામ મનોરંજનનું છે. જો કોઈને રાજકારણ જોવું હોય તો તેમણે લોકસભા ટીવી જોવું જોઈએ એવું મનોજ બાજપાઈએ કહ્યું હતું ત્યારે ઍક્ટ્રેસ સોનાક્ષી સિંહાએ કહ્યું હતું કે ‘મને જે રોલ મળ્યા છે એ તમામ મારા ડ્રીમ રોલ છે. મને અલગ-અલગ કૅર્રક્ટર ભજવવાની મજા આવે છે. મારા પપ્પાએ જે ફિલ્મમાં કામ કર્યું હતું એવી ‘ખૂન ભરી માંગ’ની રીમેક મારે કરવી છે. એમાં રેખાએ ભજવેલો રોલ મને હુ ગમે છે.’